તાપી જિલ્લામાં વહીવટી તંત્રના આદેશોનો ચુસ્તપણે અમલ: સરકારી કચેરીઓમાં પ્રવેશ સ્થાને સાબુ, પાણી અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ

Contact News Publisher

કોરોના વાયરસ અંગે માહિતી આપતા બેનર- હોર્ડિંગ લગાવાયા

(માહિતી બ્યુરો, વ્યારા) : તાપી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જારી થયેલા આદેશોના ચુસ્તપણે અમલના પગલે જિલ્લા અને તાલુકાઓની વિવિધ કચેરીઓમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા વિવિધ કચેરીઓમાં પ્રવેશ સ્થળે સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કચેરીમાં પ્રવેશતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ સહિત અરજદારોને પણ સાબુ અને પાણીથી હાથ ધોઈ અંદર પ્રવેશવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક કચેરીમાં કોરોના વાયરસ અંગે માહિતી આપતા બેનર-હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. તમામ ધાર્મિક સ્થાનો પણ દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે અને પ્રવેશદ્વારે હોર્ડિંગ પણ લગાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ કચેરીઓમાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી છે.
૦૦૦૦૦૦૦

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *