સોનગઢ પોલીસે સ્વીફ્ટ ગાડીમાં હેરાફેરી થઈ રહેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સપેક્ટરશ્રી, સોનગઢની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે વોચમાં હતા તે દરમ્યાન બાતમી વાળી સફેદ કલરની મારૂતી સુઝુકી સ્વીફ્ટ VXI ફોર વ્હીલર નં-GJ-26-AB- 9977 ને પકડી પાડી જેમાંથી પોલીસે વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો પ્રોહી. મુદ્દામાલ બોટલ નંગ- કર૪ જેની કિંમત રૂપિયા ૪૦,૮૦૦/- (૧૧૨.૩૨ લીટર) મળી કુલ્લે કિંમત રૂપિયા ૩,૪૦,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. આ પ્રોહી. મુદ્દામાલ તથા ફોર વ્હીલર કાર સ્થળ ઉપર છોડી નાસી જનાર ચાલક આરોપી સમુવેલ ઉર્ફે ડિકો દિલીપભાઇ ગાવિત, રહે-લક્કડકોટ, પો-ખેખડા, તા-નવાપુર, જિ- નંદુરબાર (મહા.)ને વોંટેડ જાહેર કરેલ છે. જે અંગે સોનગઢ પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ છે.

વોન્ટેડ  આરોપીનો ગુનાહીત પુર્વ ઇતિહાસ:-

સમુવેલ ઉર્ફે ડિકો દિલીપભાઇ ગાવિત, રહે-લકકઽકોટ, પો-ખેખડા, તા-નવાપુર, જિ-નંદુરબાર(મહા.) ના વિરૂધ્ધ અગાઉ ઉકાઇ પો.સ્ટે. C પાર્ટ ગુ.ર.નં- 11824005211023 પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૯૮(૨), ૮૧, ૮૩ મુજબનો ગુનો નોંધાયેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

1. ASI રૂમસીંગભાઇ નાનીયાભાઇ.

2. UHC સંદિપભાઇ હિરાલાલ,

૩. UHC પ્રકાશભાઇ ધીરૂભાઇ.

4. UPC ગોપાલકુમાર કાળુભાઇ.

5. UPC રાજીશભાઇ ગોપાળભાઇ.

6. UPC મિતેષભાઇ દિનેશભાઇ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other