સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા, જિલ્લો તાપી દ્વારા પ્રાદેશિક E.P.F.O. ના નિર્દેશન મુજબ “SAY TO NO CORRUPTION; COMMIT TO THE NATION” થીમ પર નિબંધ સ્પર્ધાનું આયોજન શનિવાર, 04/11/23 ના રોજ કરવામાં આવ્યું હતું. જાહેર વહીવટ અને તમામ હિસ્સેદારીમાં પારદર્શિતા, સમાનતા અને ન્યાયીપણાના મૂલ્યને પ્રેરિત કરવા 30મી ઓક્ટોબર, 2023 થી 5મી નવેમ્બર, 2023 દરમિયાન તકેદારી જાગૃતિ સપ્તાહની ઉજવણી અંતર્ગત ધારકોને ભ્રષ્ટાચાર અટકાવવા અને તેનો સામનો કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ નિબંધ સ્પર્ધામાં અમારી કોલેજના 21 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો.ભાવિન મોદી, ડો.સ્વપ્નીલ ખેંગાર, ડો.ધ્રુની ગવલી હતા. વિજેતાઓને પ્રમાણપત્રો અને વિજેતા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. તમામ સ્પર્ધકોને સહભાગીતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ આર. રાવના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ સમિતિની ટીમ દ્વારા ઉપરોક્ત સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું.
નિબંધ સ્પાર્ધાના વિજેતાઓના નામ
પ્રથમ વિજેતા – આહીરે જિજ્ઞાસા દિનેશભાઈ – તૃતીય વર્ષ BHMS
દ્વિતીય વિજેતા – માંગુકિયા ચાર્મી પરેશભાઈ – દ્વિતીય વર્ષ BHMS
તૃતીય વિજેતા – અદિતિ રાઠોડ – પ્રથમ વર્ષ BHMS