શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા દોડ યોજાઇ: 158 શાળાઓમાં 26367 વિદ્યાર્થીઓ અને 277 વાલીઓ સહભાગી થયા
રાષ્ટ્રીય એકતા દિવસ”-તાપી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :.તા 31: શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબર નિમિત્તે તાપી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા “યુનિટી રન” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વાલોડ તાલુકાના અંબાચ ગામની સરસ્વતી કન્યા વિદ્યાલયમા રન ફોર યુનિટી અને એકતા શપથનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહભાગી થયા હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ડી.બી.પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થકી સમગ્ર રાષ્ટ્રને એક કરનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અંગે વિદ્યાર્થીઓને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.આ ઉપરાંત ઉચ્છલ તાલુકાના મૌલીપાડા પ્રાથમિક શાળા, મોડેલ સ્કુલ ઉચ્છલ સહિત વિવિધ શાળાઓમાં એકતા દોડ યોજાઇ હતી. નોંધનિય છે કે, સમગ્ર તાપી જિલ્લામાં 158 શાળાઓમાં “યુનિટી રન” અને એકતા શપથ અંતર્ગત 26367 વિદ્યાર્થીઓ અને 277 વાલીઓ સહભાગી થયા હતા.
00000