નિઝર તાલુકાના વેલ્દા ગામમાં આવેલ તળાવમાં અસહ્ય ગંદકિનો ત્રાસ : 800 પરિવારોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : નિઝર તાલુકાના વેલ્દા ગામમાં મુબારકપૂર ફળિયા અને ચામારહાટી ફળિયાની વચ્ચે વર્ષો પહેલા તૈયાર થયેલા તળાવનો સદુઉપયોગ ન થતા જેમાં વરસાદી પાણી તેમજ ગટરનું પાણી નાખવામાં આવેલ છે. તળાવમાં વરસાદી પાણી તેમજ ગટરના પાણી એકત્ર થતા જેમાંથી આવતી પારાવાર દુર્ગધ તેમજ માખી -મચ્છરોના ઉપદ્રવથી આસ પાસના રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.
વેલ્દાના મુબારકપૂર ફળિયા અને ચામારહાટી ફળિયાની વચ્ચે વર્ષો પહેલા તળાવ તૈયાર કરવામાં આવ્યું હતું. જો કે વરસાદી પાણીના સ્ટોરેજ માટે તળાવ યોજના આવકાર્ય છે. પરંતુ તળાવ તૈયાર થયા બાદ જેની યોગ્ય માવજત કરવાની કોઈ દરકાર ન લેવાતા તળાવ ગંદકીથી ખદબદતું થયું છે. બન્ને ફળિયામાં આશરે 800થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. જેઓ ગંદકી વચ્ચે રોજિંદા કાર્ય કરી રહ્યા છે. વરસાદી પાણીના સંગ્રહ સાથે ગટરનું પાણી પણ તળાવમાં આવતું હોવાથી જે દુષિત પાણીમાં માંખી -મચ્છરોની ફેક્ટરી તથા ડુક્કરોનું નિવાસ સ્થાન બની ગયું છે. પાણી સડી જવાથી આવતી અસહ્ય દુર્ગધથી આસ પાસ રહેતા પરિવારો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.બંને ફળિયામાં મલેરિયા, ટાઈફોઈડ કે અન્ય મચ્છરજન્ય રોગો કાયમી થઈ ચુક્યા હોય, કથળી રહેલા જન આરોગ્ય પર કોઈ પગલાં લેવામાં આવેલ નથી? ગ્રામજનો જણાવે છે કે વારંવાર ગ્રામપંચાયતમાં મૌખિક અને લેખિત રજુઆત કરવામાં આવી હતી. છતાં પણ આજદિન સુધી તળાવનું દુષિત એવું દુર્ઘન મારતું પાણીનો નિકાલ કરવામાં આવેલ નથી?એક વખત તાલુકા વિકાસ અધિકારી પણ તળાવ જોવા માટે આવ્યા હતા. તેમને પણ તળાવનું દુષિત ગંદુ પાણી જોયું હતું. પણ તાલુકા વિકાસ અધિકારી પણ આંખ નાક બંદ કરીને બેસી રહ્યા છે? તળાવનું દુષિત એવું દુર્ઘન મારતું પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. માંખી -મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશતમાં વેલ્દા ગામના બે ફળિયાની હાલત જોવા મળી રહ્યી છે. તળાવના દુષિત એવું દુર્ઘન મારતું ગંદુ પાણીથી લોકોની હાલત ગંભીર થતી જાય છે. સમયસર તળાવ પર કોઈ પગલાં ના લે તો બે ફળિયાના લોકો તળાવના દુષિત પાણીથી રોગ ચાળામા સપડાય જશે!!? આ તળાવનું દુષિત એવું ગંદુ દુર્ઘન મારતું પાણીના નિકાલ માટે ગ્રામપંચાયતના સરપંચ તથા તલાટી ક્રમ મન્ત્રી આજદિન સુધી ધ્યાન આપ્યું નથી? તળાવમાં સ્વચ્છ પાણી હોય તો જે લોકો તથા ઢોર -ઢાંખર માટે પણ ઉપયોગી બની શકે. ગ્રામજનો દરેક ગ્રામસભામાં તળાવનો મુદ્દો ઉઠાવે છે પણ તલાટી ક્રમ મન્ત્રી અને સરપંચ તળાવના મુદ્દાને દબાવી દેવામાં આવે છે. વારંવાર રજુઆત કરવામાં આવતા છતાં પણ આજદિન સુધી સરપંચ અને તલાટી કુંબકર્ણની નિંદ્રામાં ઉધી રહ્યા છે? વેલ્દાના સરપંચ અને તલાટી ગ્રામજનોને વર્ષોથી આશ્વાસન આપતા આવે છે. ખાલી આશ્વાસન આપવામાં માહિર છે? વેલ્દા ગામના ગ્રામજનો તળાવના મુદ્દા પર તાલુકા વિકાસ અધિકારીશ્રી નિઝરને પણ રજુઆત કરવામાં આવી હતી, છતાં પણ અધિકારી ને તાવ કેમ આવે છે? તળાવના દુષિત એવું ગંદુ દુર્ઘન મારતું એવું પાણીથી બંને ફળિયામાં લોકો બીમાર પડશે? અને જાન લેવા બીમારી ફાટી નીકળશે? ત્યારે પ્રશાસન દોડશે તો શુ કામનું? કહેવત છે ને આગ લાગે ત્યારે કુવા ખોદવામાં આવે ! આવીજ હાલત નિઝર તાલુકાના અધિકારીઓના અને વેલ્દા ગામના સરપંચ અને તલાટી છે !!?