નવરાત્રિનાં પ્રથમ દિવસે સ્થાપિત માટીનાં ગરબાને પરંપરાગત રીતે અંતિમ દિવસે મુહૂર્ત મુજબ તેનાં ગંતવ્ય સ્થાને વળાવવા જતી મહિલા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમય ભલે બદલાયો પરંતુ માટીનાં ગરબાનું મહત્વ આધુનિક સમયમાં પણ યથાવત રહ્યું છે. આદ્યશક્તિની આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી આસો મહિનાની નવરાત્રિનું મહાત્મ્ય વિશેષ છે. નવરાત્રિમાં લોકો નવ દિવસ માતાજીની આરાધના કરે છે તે પૂર્વે ખૂબ જ ભાવપૂર્વક માટીનાં ગરબાનું સ્થાપન કરતાં હોય છે. નવરાત્રિનાં પ્રથમ દિવસે માતાજી પ્રત્યેની અખૂટ શ્રધ્ધા સાથે સ્થાપિત માટીનાં ગરબાને પરંપરાગત રીતે અંતિમ દિવસે મુહૂર્ત મુજબ તેનાં ગંતવ્ય સ્થાને વળાવવા જતી મહિલા ઓલપાડનાં કાંઠા વિસ્તારનાં કરંજ ગામે કેમેરાની નજરે પડી હતી.