તાપી જિલ્લાનું ગૌરવ : ભારતીય ખોખો ટીમનો ઇન્ટરનેશનલ ખો-ખો ટેસ્ટ સીરીઝમાં ગોલ્ડ મેડલ
ભારતીય ખોખો ટીમમાં તાપી જિલ્લાની વ્યારા તાલુકાની ચૌધરી ઉપાસના
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.16: મલેશિયા ખાતે રમાયેલ ખો ખો ટેસ્ટ સિરીઝ માં ભારતે મલેશિયાને હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ટીમમાં તાપી જિલ્લાની વ્યારા તાલુકાની ચૌધરી ઉપાસનો પણ સમાવેશ થાય છે. જેને ભારતની ટીમને જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
ભારતીય ટીમમાં તાપીની દિકરી ઉપાસના ચૌધરી એ ફાઇનલ મેચમાં બે મિનિટ ડિફેન્સ કરી અને ચાર પોઇન્ટ આઉટ કરી તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ફાઇનલ મેચમાં મલેશિયાએ ટોસ જીતીને પ્રથમ દાવ લીધો હતો. જેમાં પહેલી ઇનિંગમાં ભારતે મલેશિયાના 18 પોઇન્ટ આઉટ કર્યા હતા. અને ભારતના મલેશિયાએ 7 પોઇન્ટ આઉટ કર્યા હતા. બીજા દાવમાં મલેશિયાના 28 પોઇન્ટ આઉટ કર્યા હતા. અને મલેશિયા ભારતના ચાર પોઇન્ટ આઉટ કર્યા હતા. ફાઇનલ મેચનો સ્કોર 46-11 રહ્યો હતો. હાલમાં ઉપાસના ચૌધરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની સેન્ટર ઓફ એકસલન્સી (COE) યોજનામાં લાભ લઈ રહ્યા છે. તાપી જિલ્લા સહીત સમગ્ર દેશનું નામ રોશન કરનાર ટીમ અને ઉપાસના ચૌધરીને તાપી જિલ્લા તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી સહીત સમગ્ર તાપીવાસીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
00000