નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે તૈનાત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારશ્રીની મહિલાને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ લાઇન એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન, જે ૨૪x૭ નિશુલ્ક સેવાઓ આપી રહી છે.
આગામી નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા સ્થળે આવતાં હોય છે જેઓ ને કોઈ મદદ ની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત કરવામાં આવી છે, જે ગરબાના સ્થળે ફરજ બજાવશે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે રાત્રે બે ક્લાક સુઘી પેટ્રોલિંગ પણ કરશે.
અભયમ રેસ્ક્યું ટીમ માં મહિલા કાઉન્સેલર, મહિલા પોલીસ અને પાયલોટ સેવાઓ પહોચાડવા માટે સજ્જ કરવામા આવેલ છે.
આમ ગુજરાતની મહિલાઓને સુરક્ષિતતાનો અહેસાસ થશે અને નિર્ભય રીતે ગરબાની મઝા માણી શકશે.
મહિલાઓ ને ખાસ નિવેદન કે આપના પરિચિત ગ્રૂપ સાથે રહો, નિર્ધારિત સમય માં ઘરે પાછા ફરવું, એકાંત જગ્યાં, રસ્તો કે શોર્ટ ક્ટ અપનાવશો નહી, અજાણી વ્યક્તિ સાથે લિફ્ટ લેવી નહીં, ચા નાસ્તો કે કોલ્ડ ડ્રીંક લેવાનું ટાળો, અજાણી વ્યક્તિ ને મોબાઈલ નંબર આપવો નહીં વગેરે મુદ્દાઓ ને અનુસરવાથી સુરક્ષિત અને આનંદ થી નવરાત્રિ પર્વ સુરક્ષા સાથે ઉજવાશે.
કોઈ પણ આપત્તિ કે ભયજનક પરિસ્થિતિનાં સમયે ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં કોલ કરવાથી મદદ મળી શકશે. આ ઉપરાંત આપના સ્માર્ટ મોબાઈલ મા “૧૮૧ અભયમ” એપ્સ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ વધુ ઝડપથી મેળવી શકાશે.