સ્વચ્છતા ઝુંબેશમાં ઉચ્છલ તાલુકાની સક્રિય ભાગીદારી
સ્વચ્છતા હી સેવા: તાપી જિલ્લો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 14: ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર તાપી જિલ્લામાં બે મહિના માટે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે તાપી જિલ્લામાં વિવિધ વિભાગોના સંકલન થકી સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તમામ તાલુકાના અધિકારી કર્મચારીઓ ઉપરાંત જનસામાન્યની ભાગીદારી સક્રિય રીતે જોવા મળી રહી છે.
તાપી જિલ્લામાં જાગૃત નાગરિકોના કારણે સ્વચ્છતા અભિયાન એક ઝુંબેશ રૂપે સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. ઉચ્છલ તાલુકાના ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રોજે રોજ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે. આજરોજ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં દૂધ ડેરી મકાન પાસે તેમજ ગામના મૂખ્ય માર્ગની આસપાસ ગ્રામજનો દ્વારા સામુહિક સાફ સફાઈનો કાર્યોક્રમ કરવામાં આવ્યો હતો. આ સાથે ઉચ્છલ તાલુકાના કરોડ ગામમાં પણ ગ્રામજનોના સાથ સહકાર થકી ગામમા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તથા ગામમા સ્વચ્છતા જાળવવા અને ગમે ત્યા કચરો ન ફેકવા ઉપરાંત પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અંગે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં સ્થાનિક નાગરિકો સક્રિય ભાગીદારી નોંધાવી ગામને સ્વચ્છતાની બાબતમાં આગળ વધારી રહ્યા છે.
000000