દુકાનદારોએ હાટબજારની સામુહિક સફાઇ કરી બજારને સ્વચ્છ બનાવ્યું
તાપી જિલ્લાની સ્વચ્છતા પ્રિય જનતા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 14: ગુજરાતમાં સ્વચ્છતાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત ૮ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓના માધ્યમ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ સાથે ગ્રામ્ય અને તાલુકાના જાહેર સ્થળો ખાતે સામુહિક સાફસફાઇ કરી ગામમાં સ્વચ્છતા જાળવવા જાગૃતતા ફેલાવી રહ્યા છે.
આ અભિયાન અન્વયે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ગ્રામ પંચાયત ઉચ્છલ ખાતે હાટ બજારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં હાટ બજાર પુરો થયા બાદ દુકાનદારોએ હાટબજારની સામુહિક સફાઇ કરી બજારને સ્વચ્છ બનાવ્યું હતું.
આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના તાલુકા અને ગ્રામ્યકક્ષાના કર્મચારીઓ દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા ગ્રામજનો અને દુકાનદારોને હાટબજારમાં જાગૃત કર્યા હતા.
000000