સોનગઢ તાલુકાના ઘોધા ગ્રામ પંચાયતની સફાઇ કરતા ગ્રામ પંચાયતના જાગૃત સભ્યો
“સ્વચ્છતા હી સેવા: જિલ્લો તાપી”
જાગૃત નાગરિકોના માધ્યમ થકી જ કોઇ પણ પરિવર્તન શક્ય છે: સ્વચ્છતા તાપીનો સ્વભાવ બનશે એમા કોઇ મતભેદ નથી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨: ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ આગેવાનો અને ગ્રામજ્નોને સહભાગી બનાવી વિવિધ પ્રવૃતિઓ યોજાઇ રહી છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં જાગૃત નાગરિકો સહિત વિવિધ પદાધિકારીઓ અને ગામના આગેવાનો પણ સક્રિય રીતે પોતાના ગામને સ્વચ્છ બનાવવાની ઝુંબેશમાં ભાગીદારી નોંધાવી રહ્યા છે.
આજરોજ સોનગઢ તાલુકાના ઘોધા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સામુહિક સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી. જાગૃત નાગરિકોના માધ્યમ થકી જ કોઇ પણ પરિવર્તન શક્ય છે. તાપી જિલ્લામાં વિવિધ સ્તરે જાગૃત જાહેર જનતા દ્વારા ભાગીદારી નોંધાવી સફાઇ ઝુંબેશને સફળ બનાવી રહ્યા છે. જેના થકી સ્વચ્છતા તાપીનો સ્વભાવ બનશે એમા કોઇ મતભેદ નથી.
000000