“સ્વચ્છતા હી સેવા તાપી” : ગ્રામપંચાયત રાયગઢના રસ્તા પર આવેલ હોટલો, ચા- નાસ્તાની દુકાનોની આજુ બાજુ ગ્રામજનો દ્વારા સાફ સફાઇ હાથ ધરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨: સમગ્ર રાજ્ય સાથે તાપી જિલ્લામાં પણ ‘સ્વચ્છતાના હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજરોજ તાપી જિલ્લાના નિઝર તાલુકાના ગ્રામપંચાયત રાયગઢ ખાતે જાહેર સ્થળોએ સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી.જેમાં ગ્રામપંચાયત રાયગઢના રસ્તા પર આવેલ હોટલો, ચા- નાસ્તાની દુકાનોની આજુ બાજુના વિસ્તારને દુકાનદારો અને સ્થાનિક જાગૃત ગ્રામજનો દ્વારા સફા સફાઇ કરવામાં આવી હતી.
નોંધનિય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને “સ્વચ્છતા હી સેવા” અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે ફરીવાર આગામી ૮ અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
૦૦૦૦