કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાને ઈન્સ્ટીટયુશનલ એવોર્ડ એનાયત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – વ્યારા દ્વારા તાપી જિલ્લાના આદિવાસી ખેડૂત ભાઈઓ અને બહેનો માટે કુલ ૮૧ વિવિધ પ્રકારની તાલીમોનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ૭૮૬ ભાઈઓ અને ૨૪૦૦ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . સંકલિત ખાતર વ્યવસ્થાપન , સંકલિત પાક વ્યવસ્થાપન , સંકલિત જીવાત વ્યવસ્થાપન , જાનવરોની તંદુરસ્તી માટે વ્યવસ્થાપન , જાનવરોના રોગ વ્યવસ્થાપન , જાનવરોમાં પોષણ વ્યવસ્થાપન , મહિલાઓમાં શ્રમ ઘટે તેવા કુલ ૬ ૬૦ વિવિધ પ્રકારના અગ્રિમ હરોળ નિદર્શનો , કિચન ગાર્ડન વગેરે લેવામાં આવ્યા હતા . આખા વર્ષ દરમ્યાન લગભગ ત્રણ હજારથી વધારે ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લે છે . કુલ ૧૫૪૯ જેટલી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓમાં કુલ ૭૭૧૯૬ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો . ખેતી વિષયક કુલ ૩ર વિવિધ પ્રકારના ટેકસ્ટ મેસેજ ૧૧૮૭૬ ખેડૂતોને મોકલવામાં આવ્યા હતા . કે . વિ . કે . ના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ૯ સંશોધન પેપરો , ૧ બુક , ૨ બુક ચેર્સ , ૧ સંશોધન એબસ્ટ્રેકટ , ૨૮ ખેતી વિષયક ફોલ્ડરો પ્રકાશિત કરવામાં આવ્યાં હતા અને વૈજ્ઞાનિકશ્રીઓના ૧૨ રેડિયો ટોક તથા ૨ ટી . વી . ટોક પ્રસારિત થયાં હતા . ખેતી આધારિત ઉધોગો જેવા કે ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન દ્વારા ઉધોગસાહસિકતા , ગુણવત્તાયુકત ધરૂ ઉછેર માટે પ્લગ ટ્રે નર્સરી વિષય ઉપર વ્યવસાયિક તાલીમ , મશરૂમની ખેતી , હર્બલ તેલની બનાવટ , ઈકો – ફ્રેન્ડલી બેગની બનાવટ , નાળિયેરના રેસામાંથી વિવિધ બનાવટો અને પગલુછણીયાની બનાવટ , મૂલ્યવર્ધન અને પાક કાપણી પછીની માવજત વિગેરે વિષયો ઉપર વ્યવસાયિકલક્ષી તાલીમોનું આયોજન કરી ખેડૂતો ઉધોગ સાહસિક બને તે માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા . | PPYERA પ્રોગ્રામ હેઠળ ખેડૂતોના પાકોની જાતોનું રક્ષણ , ટામેટાંમાં સાઉથ અમેરીકન પીનવોર્મ , ગુજરાતમાં તવેરના પાકોમાં પેન્ટાટોમીડ બગ , પ્લાઝમાં સ્ટીક બગ વગેરે ઉપર સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું . કે . વિ . કે . દ્વારા ડાંગરની જુદીજુદી સુધારેલી જાતોનું ૨૩૯ . ૪૫ ટન બિયારણ કુલ ૬૮૭ ખેડૂતોને વેચાણ કરવામાં આવ્યું હતું . જયારે પ્લગ ટ્રેમાં ઉછરેલ ગુણવત્તાયુકત શાકભાજી ધરૂ ૧ , ૧૯ , ૮૭૪ નંગ કુલ ૮૬૦ ખેડૂતોને વેચાણ કરવામાં આવ્યું હતું . કે . વિ . કે . દ્વારા ૩૦૦૦ લીટરથી વધારે જૈવિક ખાતરો અને જૈવિક જંતુનાશકોનું ૪૯૮ ખેડૂતોને વેચાણ કરવામાં આવ્યું હતું અને ICAR – ન્યુ દિલ્હી દ્વારા આ કે. વિ. કે . ને ‘ કેશલેસ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ” એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો . ખેડૂતો સુધી આ બધી ખેતી વિષયક પ્રવૃત્તિઓ પહોંચાડવામાં આ કેન્દ્રના બધા જ વૈજ્ઞાનિકશ્રીઓએ તનતોડ મહેનત કરી હતી .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *