તાપી જિલ્લામાં આગામી ૨૫મી ઓકટોબર તાલુકા અને ૨૬મી ઓકટોબર જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

Contact News Publisher

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી ઓકટોબર સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૦૭: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા ઓકટોબર – ૨૦૨૩નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા ૨૫મી ઓકટોબર,બુધવાર તથા ૨૬મી ઓકટોબર ગુરુવાર જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે.

જેમાં ૨૫મી ઓકટોબર ના રોજ ,કુકરમુંડા તાલુકામાં કલેક્ટરશ્રી ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી,કુકરમુંડા ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે, સોનગઢ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે. ડોલવણ તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે,ઉચ્છલ તાલુકામાં જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, નિઝર તાલુકામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, વ્યારા તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, વાલોડ તાલુકામા પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.

જયારે તાપી જિલ્લાનો માહે. ઓકટોબર-૨૦૨૩ નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬/૧૦/૨૦૨૩ શુક્રવારના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે

અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા. ૧૦/૧૦/૨૦૨૩ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે,તથા જિલ્લા કક્ષાની સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ જિલ્લાના સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી – વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other