માંગરોળના ઝાખરડા ગામની પ્રાથમિક શાળામાં હિન્દુ મુસ્લિમ બાળકોએ હોળી અને ધુળેટીની અનોખી ઉજવણી કરી

Contact News Publisher

હિન્દુ અને મુસ્લિમ સમાજના બાળકોએ એકબીજાને ખજૂર ચણા ખવડાવ્યું રંગ લગાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું

(નિલય ચૌહાણ દ્વારા,  દેગડિયા-માંગરોળ)  : સુરત જિલ્લા પંચાયત સંચાલિત માંગરોળ તાલુકાના ઝાખરડા ગામની સરકારી પ્રાથમિક માં અભ્યાસ કરતા હિન્દુ અને મુસ્લિમ સમાજના બાળકોએ હિન્દુ સમાજનો મહા પર્વ ગણાતા હોળી અને ધૂળેટીના તહેવાર માં એકબીજાને ખજૂર ચણા ધણી ખવડાવી અને એકબીજાને રંગ લગાવી હોળી અને ધૂળેટીનો તહેવાર ની શાળામાં ઉજવણી કરી હતી ગુજરાત રાજ્ય અને સુરત જિલ્લાના લોકોને નાના ભૂલકાઓએ કોમી એકતા અને પ્રેમ સદ ભાવના અને ભાઈચારાનો ઓ મ દા ઉદાહરણ પૂરું પાડ્યું છે.. આજના સમયે શિક્ષણ તો દરેક બાળકો લઈને આગળ વધી રહ્યા છે પરંતુ બાળકોમાં સારા સંસ્કાર સેવા પ્રેમ ભાઈચારો લાગણીઓ આ ભાવ છે નાનકડા ઝાખરડા ગામની પાથમિક શાળા ના શિક્ષક મોહમ્મદ સઈદ ઈસ્માઈલ અને સહકર્મચારી શિક્ષકો બાળકોને પાયામાંથી જ શિક્ષણની સાથે સેવા સંસ્કાર અને એક અને બીજા પ્રત્યે પ્રેમ સદભાવ ના પાઠ ભણાવી શિક્ષણ જગતને પણ એક નવી દિશા આપી છે જેથી ઝાખરડા શાળાનો નામ અવારનવાર જિલ્લા અને રાજ્ય સ્તરે ગોં ર વનતું બન્યું છે ઝાખરડા પ્રાથમિક શાળામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના 74 બાળકો અભ્યાસ કરે છે આ બાળકોએ શાળાના બે શિક્ષકો અને ગામના અગ્રણી આગેવાનો મહિલા ઉપસરપંચ જાહેર બિબી મલેક મા ર જીના બેન મલેક ના સહયોગથી શાળામાં હોળી અને ધુળેટી ના તહેવારની ઉજવણી નો આયોજન કર્યું હતું જેમાં શાળાના બાળકો પોતાના ઘરેથી ખજૂર ધાણી ચણા રંગો શાળામાં લઈ આવ્યા હતા અને એકબીજાને પ્રેમથી ખજૂર ચણા ખવડાવી એકબીજાને કલર લગાવી હોળી અને ધૂળેટીના મહા પર્વ ની ઉજવણી હિન્દુ અને મુસ્લિમ સમાજના બાળકો કરી હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *