પાલગામ સ્થિત શાળા ક્રમાંક 319 ની કૃતિ વિજ્ઞાનમેળામાં પ્રથમ ક્રમે વિજેતા બની
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 નાં બાળ વૈજ્ઞાનિકો કુમારી ભૂમિકા અને કુમારી જૈનાલી દ્વારા વિજ્ઞાન શિક્ષિકા અર્ચનાબહેનનાં માર્ગદર્શન હેઠળ રજૂ થયેલ કૃતિ રીવર ક્લીનર બોટ વિજ્ઞાન મેળાનિ બીજા વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા બની છે.
શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારે બંને બાળ વૈજ્ઞાનિક બાલિકાઓને અને માર્ગદર્શક શિક્ષકને આ સુંદર ઇનોવેટિવ કૃતિ જે વર્કિંગ મોડેલ છે તે બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. સાથે જ તેમણે આ કૃતિ જિલ્લા કક્ષાએ પણ વિજેતા બને એવી શુભેચ્છા પાઠવી હતી.