મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અને પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ
(નિલય ચૌહાણ દ્વારા, દેગડિયા-માંગરોળ) : માંગરોળ તાલુકાના મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ અને સભ્યો અને સરકારી કર્મચારી ઓની બેઝીક તાલીમ યોજાઇ હતી… સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ તરફ થી પંચાયત રાજ ને મજબૂત કરવાના મુખ્ય લક્ષ થી ઉપરોક્ત કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જેના ભાગરૂપે મોસાલી ગામે સુરત જિલ્લા પંચાયત અને વિદ્યા ભારતી સંસ્થાના સહયોગથી ૩ દિવસીય સીબીર નો આયોજન કરાયું હતું આ શિબિરમાં ૪૫ જેટલા સરપંચ અને સભ્યો તલાટી કમ મંત્રી ઓ હાજર રહ્યા હતા તેમજ માંગરોળ તાલુકા ના વિકાસ અધિકારી દિનેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત શિબિરમાં સંસ્થાના હસમુખભાઈ ચૌહાણ તેમજ અન્ય પંચાયતી રાજના તજ શો એ પંચાયતમાં લોકભાગીદારી ધ્વારા વિકાસ કામો કેટલા થાય છે અને કેટલા બાકી છે વિકાસ કામોનો આયોજન વગેરે મુદ્દે ચર્ચાઓ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે ગ્રામ પંચાયત રાજ સંસ્થાઓમાં નાણાકીય આવક ના સાધનો ઉભા કરવા 14 મા નાણાપંચ ની ભલામણ થકી સહાયક અનુદાન આપવા અને તે બાબતો ની જોગવાઈઓ એ અંતર્ગત વિસ્તુત સમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને સહ સરકારી કર્મચારીઓને આપવામાં આવી હતી ગ્રામ્યકક્ષાએ યોજાઇ રહેલ તાલીમ શિબિર અલગ અલગ સ્થળે તબક્કાવાર યોજાઈ રહી છે જેમાં સમગ્ર તાલુકાના ગામ પંચાયતોને આવરી લેવામાં આવે છે