રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ થી ડાંગર, મકાઈ,બાજરી,જુવાર,તથા રાગીની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સીધી ખરીદી કરાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : : તા: ૩૦ ખેડૂતો ને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૩-૨૦૨૪ માં રાજય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર,બાજરી, જુવાર, મકાઈ,રાગીની ખરીદી ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોધણી સમગ્ર રાજયમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી કરવામાં આવશે.તે મુજબ નોધણી કરવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.
નોધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ ,અધતન ૭-૧૨,૮-અ ની નકલ,નમૂના ૧૨ માં પાક ની વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તે પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથે નો દાખલો,ખેડૂત ના બેન્ક એકાઉન્ટ ના પાસબૂક ની નકલ અથવા કેન્સલ ચેક ની નકલ (IFSCકોડ સહિત નો) સાથે લાવવાના રહેશે.
રાજ્યમાં ડાંગર,મકાઈ,બાજરી,જુવાર તથા રાગી પકવતા ખેડૂતો તેઓના પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઈન નોધણી ફરજીયાત હોઈ આ માટે સંબધિત ગ્રામપંચાતનો સંપર્ક કરી નોધણી કરાવવા ખાસ અનુરોધ છે.
ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે ખરીદી તા. તા.૦૧/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવશે.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો ને sms મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે.ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ /ઓળખ પત્ર સાથે રાખવાનું રહેશે.ખેડૂત ખાતેદારના બાયો મેટ્રિક ઓથોન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. જેની નોધ લેશો.
નોધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબ ના અપલોડ થાય તેની નોધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે.ડૉક્યુમેન્ટ ની ચકાસણી દરમ્યાન જો ખોટા ડૉક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહીં કરવામાં આવે તેની ખાસ નોધ લેશો.
ચૂકવણા: ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે થયેલ ખરીદી સબબ ખેડૂતો ને ચૂકવણા PFMS પોર્ટલ મારફત કરવામાં આવશે.જે તેઓની ખરીદી ના ૪૮ કલાક માં નાણાં ચૂકવવામાં આવશે. નોધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
00000