વ્યારા ટાઉન હોલ ખાતે આગામી તા.૦૨ અને ૦૩ ઓકટોબરના રોજ ”વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ તાપી” વિશેષ કાર્યક્રમનું આયોજન

Contact News Publisher

”વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ તાપી”

આંટ્રપ્રોનોરશીપ અંગે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન

કાર્યક્રમના સુચારુ આયોજન માટે નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.30: રાજ્ય સરકારશ્રી દ્વારા આગામી જાન્યુઆરી માસ-વર્ષ 2024 દરમિયાન આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’ ના ભાગરૂપે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ વાયબ્રન્ટ કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને આગામી ૦૨ થી ૧૨ ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તાપી જિલ્લામાં આગામી તા.0૨જી ઓક્ટોબરના રોજ ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ વ્યારા ખાતે ”વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ તાપી ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
”વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ તાપી” કાર્યક્રમમાં, આંટ્રપ્રોનોરશીપ અંગે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ‘વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ’ બ્રાન્ડિંગ અંગે, હસ્તકલા કારીગરીના તેમજ નાના મોટા ઉદ્યોગોને વિવિધ બેંકો તરફથી તથા વિવિધ સરકારી કચેરીઓ મારફત અમલીકૃત યોજનાઓની માહિતી પૂરી પાડતાં આનુષંગિક સ્ટોલ પ્રદર્શનનું આગામી તા.૦૨ અને ૦૩ ઓક્ટોબર સુધી ડો.શ્યામાપ્રસાદ ટાઉન હોલ ખાતે મુલાકાત લઈ શકશે.
આ બેઠકમાં વ્યારા પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ, માર્ગ અને મકાન વિભાગના કા.પા.ઇ. મનીષ પટેલ, લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર રસીક જેઠવા, સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other