અજાણી મળી આવેલ મહિલાની મદદ માટે થર્ડ પાર્ટી એ માંગી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ

0
IMG-20230922-WA0009
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વાલોડ તાલુકાના દાદરીયા ગામ માંથી થી થર્ડ પાર્ટી દ્વારા181 હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે એક અજાણી મહિલા માનસિક અસ્થિર મળી આવેલ છે દાદારીયા સુગર ના ગેટ પાસે છે જેની મદદ માટે 181 હેલ્પલાઇન ની જરૂર છે ટીમ ને કેસે મળતા તાપી 181 અભયમ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી મળી આવેલ મહિલા ને મળી તેમની સાથે વાતચીત કરી તેમનું કાઉન્સેલિંગ કરી મહિલા ના પરિવાર વિશે માહિતી મેળવી મહિલા એ પોતાનું નામ જયશ્રીબેન દિનેશભાઈ પરમાર જણાવેલ સરનામું અમદાવાદ ગીતામંદિર રોડ બળદેવ નગર ચાલ વિષેડી ચાલ જણાવેલ છે જાણવા મળેલ કે મહિલા અમદાવાદના રહેવાસી છે પરંતુ તે અલગ અલગ બે ત્રણ એડ્રેસ જણાવતા હોવાથી તેમ જ મહિલા માનસિક માનસિક રોગી જણાતા હોવાથી તેમને વાલોડ પોલીસ સ્ટેશનમાં હેન્ડ ઓવર કરેલ છે જેને આગળની કાર્યવાહી વાલોડ પોલીસ સ્ટેશન દ્વારા આગળ ની કાર્યવાહી થશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *