ઉચ્છલ NSUI દ્વારા મુખ્ય રસ્તાથી કૉલેજ સુઘી ફૂટપાથ બનાવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું : સંતોષ કારક જવાબ ના મળે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ માં દેવમોગરા કોલેજના વિદ્યાર્થી યુવક યુવતીઓને સાથે રાખી ઉચ્છલ તાલુકા NSUI દ્વારા ઉચ્છલ મામલતદારશ્રી ને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમા જણાવાયુ છે કે, કોલેજમાં ૮૦૦ થી ૧૦૦૦ વિદ્યાર્થિઓ અભ્યાસ કરે છે. કૉલેજ મુખ્ય રસ્તા થી ૨ KM આંતરિક રસ્તા પર હોવાથી વિઘાર્થીઓ પગપાળા ચાલી જવા મજબૂર બને છે. જેથી મુખ્ય રસ્તા થી કૉલેજ સુઘી ફૂટપાથ બનાવામાં આવે જેથી અકસ્માત ના થાય. જો આવનાર દિવસો અમને સંતોષ કારક જવાબ ના આપવામા આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. આવેદપત્ર આપતી વખતે NSUI વતી અંકુર વસાવા, જગદીશ ગામીત, વિશાલ ગામીત તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other