સુરત રેલ્વે સ્ટેશને ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા પુરુષનું મોત : વાલી વારસોની ભાળ મળ્યેથી રેલ્વે પોલીસને જાણ કરશો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ અ.મો. 152/2023. સી.આર.પીસી. કલમ 174 મુજબ મરનાર એક અજાણ્યો હિંદુ પુરુષ ઉ.વ. 45ના આશરાનો તા. 11/09/2023 ના રોજ રાત્રીના 11 વાગ્યા પહેલા સુરત રેલ્વે સ્ટેશને કોઈપણ ટ્રેનથી અડફેટમા આવી જતા મૃત્યુ પામેલ છે. જે મરનારના કોઈ વાલી વારસો મળેલ નથી. મરનાર અજાણ્યા હિંદુ પુરુષના વાલી વારસોની ઓળખ થાય તો સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
લાશનું વર્ણન – મરનાર એક અજાણ્યો હિંદુ પુરુષ ઉ.વ. 45ના આશરાનો, મજબુત બાંધાનો, ઘઉં વર્ણનો, જમણા હાથે કલાઈમા શ્રી મોહિત રામ કી હિન્દીમા છુંદણુ છે. તેમજ અંગમાં લાલ ભૂરી કાળી ચોકડીવાળું શર્ટ, પીળા કલરની બનિયાન, બ્લ્યું કલરનું પેન્ટ પહેરેલ છે.