ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા નફરત છોડો ભારત જોડો પદયાત્રાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રેલીનું આયોજન કરાયું
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : આજ રોજ તારીખ 11/09/23 ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની સૂચના મુજબ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતીની આગેવાની હેઠળ તા.૦૭ સપ્ટેમ્બર ૨૦૨૨ થી પક્ષના રાષ્ટ્રીય નેતા આદરણીય શ્રીરાહુલ ગાંધી એ ઐતિહાસિક સૌથી લાબી ભારત જોડો પદયાત્રા યોજી દેશમાં પ્રેમ, ભાઇચારા અને સદભાવના નું અનેરૂ વાતાવરણ ઉભું કર્યુ તેમજ દેશની રાજનીતિમાં પણ બહુમોટા બદલાવની ભુમીકા ભજવી જે ભારત જોડો યાત્રાની પ્રથમવર્ષગાંઠ નિમિતે તા.૧૧/૦૯/૨૦૨૩ ના સોમવાર ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે આહવા ખાતે ગાંધીબાગ થી મેઇન રોડ થઇ ફુવારા સર્કલ (આંબાપાડા) સુધી રેલીના સ્વરૂપમાં નફરત છોડો ભારત જોડો પદયાત્રાની પ્રથમ વર્ષગાંઠનું રેલીનું આયોજન કરવામાં આવ્યુ જેમાં જિલ્લા પ્રમુખ મોતીલાલભાઈ, વિરોધ પક્ષનાં નેતા ગીતાબેન, લતાબેન,મહામંત્રી, મુકેશભાઈ,શોષિયલ મીડિયા પ્રમુખ મનીષભાઈ મારકણા, ગમનભાઈ, નીતિનભાઈ ગાઈન, હરીશભાઈ, ગુલાબભાઈ ગાંગુરડે, ભરતભાઈ ભોંયે, વનરાજભાઈ મહેન્દ્રભાઈ ગાવિત,સંજયભાઈ પવાર,દેવરામભાઈ આ રેલીમાં જિલ્લા / તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, જિલ્લા / તાલુકા ના ચુટાયેલા સદસ્યો, સરપંચશ્રીઓ, યુવા સંગઠન, મહિલા સંગઠન તેમજ દરેક સેલના અધ્યક્ષશ્રીઓ તથા જિલ્લા / તાલુકા પંચાયતના ઉમેદવારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા.