માંડવીના બજારમાં આવેલા જુના શોપિંગ સેન્ટરનું નગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું
નવું અદ્યતન શોપિંગ સેન્ટર 1.30 કરોડના રૂપિયાના ખર્ચે બનશે.
(નિલય ચૌહાણ દ્વારા, માંગરોલ-દેગડીયા) : માંડવી નગરપાલિકા દ્વારા જૈન દેરાસર ની સામે આવેલા મુખ્ય બજારની વચ્ચે આવેલું વર્ષો જૂનું શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં હતું તેમજ આ શોપિંગ સેન્ટર માં વર્ષોથી ધંધા માટે એક મોટું બજાર પૂરો પાડતું હતું પરંતુ શોપિંગની જર્જરિત હાલત જોતા માંડવી નગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક ડિમોલિશન માટે વેપારીઓને સમજાવ્યા હતા માંડવી નગરપાલિકા ની શરૂઆતથી જ ભાજપ પ્રેરિત હોય તે સમય દરમિયાન નગરમાં વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા હતા આજે પણ અવિરત ચાલે છે ભાજપ સંચાલિત નગરપાલિકા દ્વારા નગરમાં નવા સીસી રોડ તેમજ પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે ઉપરાંત ભારત સરકાર સ્વચ્છતા અભિયાન હેઠળ નગરપાલિકામાં સાફ સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે હાલમાં જ માંડવી નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર આશિષ ઉપાધ્યાયના નેતૃત્વમાં જુના શોપિંગ સેન્ટરમાં વર્ષોથી દુકાન ધરાવતા વેપારીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તમને નવા શોપિંગ સેન્ટરમાં દુકાન માટે જગ્યાની ફાળવણી કરવામાં આવશે એ બાબત ને ધ્યાનમાં રાખીને સ્વેચ્છિક ડિમોલિશન માટે પાલિકાને સહકાર આપ્યો હતો ગુરુવારે જ જુના શોપીંગ સેન્ટરનુ ડિમોલિશન કરવામાં આવ્યું હતું માંડવી નગર ના મુખ્ય બજારમાં જુના શોપિંગ સેન્ટર ની જગ્યા પર જ.1.30 કરોડના ખર્ચે નવું અધત ન શોપિંગ સેન્ટર ઉભુ કરવામાં આવશે જે માંડવી નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે ડિમોલિશન સ્થર પર ચીફ ઓફિસર નિશાંત બારીયા. પાલિકાના પ્રમુખ ડોક્ટર આશિષ ભાઈ ઉપાધ્યાય તથા બાંધકામ સમિતિના અધ્યક્ષ મનુભાઈ ગામીત તેમજ કર્મચારીગણ હાજર રહ્યા હતા