ડોલવણ તાલુકાના પંચોલ ખાતે તાલુકા કક્ષાના ૭૪મો વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી
મહાનુભાવોના હસ્તે વૃક્ષરથને લીલી ઝંડી આપી રોપા વિતરણ કરવામાં આવ્યુ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.08- સામાજીક વનીકરણ વિભાગ, સુરત રેંજ વ્યારા દ્વારા તાલુકા કક્ષાનો ૭૪મો વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી ઉત્તર બુનિયાદી વિધાલય અને ઉચ્ચતર માધ્યામિક શાળા પંચોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રી બચુભાઇ ડી. કોકણીના અધ્યક્ષતામા ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.
જેમા સામાજીક વનીકરણ વિભાગ, સુરતની રેંજ વ્યારાના આર.એફ.ઓ. કુ.એચ.એસ.ચૌધરી, ઉ.બુ.વિ. પંચોલના આચાર્યશ્રીમતી શીતલબેન એસ. પટેલ અને પંચોલ ગામના સરપંચશ્રીમતી રીનાબેન એ. ગામીતના સહિયારા પ્રયાસોથી ઉજવણી કરવામા આવી હતી. શ્રીમતી સુનંદાબેન એ. ગામીત ઉપપ્રમુખ તાલુકા પંચાયત ડોલવણ શ્રીમતી કુમુદબેન ચૌધરી ન્યાય સમિતિ અધ્યક્ષ શ્રી જયદીપભાઇ જે. ગામીત શ્રી ૠષિભાઇ ગામીત જીલ્લા પંચાયત સભ્યશ્રી તાપી ધર્મેન્દ્ર્સિહ પરમાર મહામંત્રીશ્રી ડોલવણ શ્રી નિરવભાઇ ગામીત ડોલવણ તાલુકા યુવા પ્રમુખ શ્રીસુરેશભાઇ ડી. ચૌધરી દુધ મંડળીના પ્રમુખ પંચોલ શ્રી વિમલભાઇ વી. ચૌધરી દુધમંડળીના મંત્રીશ્રી પંચોલ રક્ષાબેન એન.પટેલ ઉપ સરપંચ પંચોલ શાળાના સ્ટાફ તથા વન વિભાગનો સ્ટાફ પંચોલ ગામના આગેવાનો-વડીલો-ગ્રામજનો શાળાના વિધાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જેમા આચાર્યશ્રી દ્વારા સ્વાગત પ્રવચન, પ્રાસંગિક ઉદબોધન શ્રી ૠષિભાઇ ગામીત તથા ખાતાકિય યોજનાની માહિતી બીટગાર્ડ એલ.એસ. ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધન પ્રમુખશ્રી બચુભાઇ ડી. કોકંણી દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. રેંજ ફોરેસ્ટ ઓફિસર એચ.એસ. ચૌધરી દ્વારા ખાતાકીય યોજના, ખેડુતલક્ષી સહાય યોજનાઓ,પર્યાવરણની જાળવણી, વૃક્ષોનુ વાવેતર,ગ્લોબલ વર્મિંગ, અને વન ચેતના કેન્દ્, તાડકુવા ખાતે લાયબ્રેરી ચાલુ કરવામા આવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે વૃક્ષરથને લીલી ઝંડી આપી રોપા વિતરણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
નોંધનિય છે કે, ડોલવણ તાલુકામા ચાલુ વર્ષમાં કરવામાં આવેલ ખેડુતલક્ષી ફાર્મ ફોરેસ્ટ્રીની વિવિધ યોજનાઓ જેમાં એફ.એફ ૧૫૦૦૦ રોપા, વૃક્ષખેતી ૧૦૦૦૦ રોપા એગ્રો ફોરેસ્ટ્રી ૪૦૦૦ રોપા અને ૫૧૨૦૦ રોપા ખેડુતોના ખેતરોમાં અનુક્રમે કાકડવા, કસવાવ, પીપલવાડા, ગડત, રામપુરા ધંતુરી ખાતે વાવેતર કરવામા આવ્યા છે.
ગત માસમાં મેરી મીટ્ટી મેરા દેશ અન્વયે ૪૪ ગામોમાં ૪૪૦૦ રોપા વાવેતર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગ્રામપંચાયતોને ૨૯૬૦૦ રોપા વિના મુલ્યે સ્કુલ પંચાયતો ખેડુતોને ગ્રામ્ય કક્ષાએ વિતરણ કરવામાં આવ્યા છે.
00000000