એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ ખોડદાની વિધાર્થીનીઓને 181 હેલ્પલાઇન અંગે માર્ગદર્શન અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 181 અભયમ ટીમ તાપી દ્વારા એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ ખોડદા નિઝરમાં શિક્ષક દિનની ઉજવણીમાં હાજર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને 181 હેલ્પલાઇન અને એપ્લિકેશનનું માર્ગદર્શન આપ્યું.
શિક્ષક દિન નિમિતે એકલવ્ય મોડેલ સ્કૂલ ખોડદા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરી રહેલ સ્કુલની વિદ્યાર્થીનીઓ સાથે મળી તાપી 181 ટીમ દ્વારા ઉજવણી કરાઈ અને 181 ટીમની વિસ્તૃત માહિતી આપી 181 અભયમ મહિલા હેલ્પલાઇનથી માહિતી ગાર કરાયા હતા.
પીડિત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં નિ : શુલ્ક સેવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન 24×7 કાર્યરત છે જેમાં તાપી જિલ્લા ખાતે નિઝર તાલુકાની એકલવ્ય મોડેલ રેસીડેશિયલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને 181અભયમ મહિલા હેલ્પલાઇન અને 181 અભયમ એપ્લિકેશનની ઉપયોગીતા વિશે માહિતી આપી હતી.
જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા (શારીરિક, માનસિક, જાતીય, આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી, લગ્નજીવન તેમજ અન્ય સંબંધોમાં વિખવાદ, જાતીય સતમણી, છેડતી અને બાળ જન્મને લગતી બાબતો, સ્ત્રી ભ્રુણ હત્યા, કાનૂની જોગવાઈઓ તેમજ સાઇબર ગુનાઓ (ટેલિફોનિક ટોકિંગ, એમ. એમ.એસ., ઇન્ટરનેટ) તેમજ સરકારી યોજનાઓ, સેવાઓ અને સહાયક માળખાની માહિતી અપાઈ હતી. મહિલાઓની સહાય અને સુરક્ષા માટે 181 મોબાઈલ એપ્લિકેશન Googal Android અને Apple ios બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે.
જે એપ્લિકેશન દ્વારા હિંસા, છેડતી, હેરાનગતિ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હોય ત્યારે સુરક્ષા મેળવી શકાય છે. અને પેનિક બટન દબાવતા જ ઘટના સ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોંચાડી શકાય છે, જેમાં કટોકટી સમયે કોલ કર્યા વગર તરત મદદ મળી શકે છે. અને 181 બટન દબાવતા પાંચ સગા સંબંધીઓને મિત્રોને ઓટોમેટીક એસએમએસ થી સંદેશ મળી રહે છે. મહિલા ઘટનાના ફોટો, વિડિયો મેસેજ પણ સેન્ટર પર મોકલી શકે છે.
જે વિશે તાપી 181 ટીમના કાઉન્સેલર સ્વાતિબેન ચૌધરી અને ASI જયશ્રીબેન પટેલ દ્વારા વિડિયો બતાવી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તેમજ ટેસ્ટ કોલ કરવામાં આવ્યા હતા.
શાળા પરિવાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.