વિધવા પુત્રવધૂને સાસરીમાં સ્થાન અપાવતી અભયમ ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા કોલ મળતા સ્થળ પર પહોંચી કાઉન્સિલ કરતાં મહિલા દ્વારા જણાવા મળ્યુ કે મહિલાના પતિ ચાર વર્ષ પહેલા ગુજરી ગયા હતાં, મહિલાના બે બાળકો છે પતિના ગુજરી ગયા પછી મહિલા બિમાર પડી જતાં, સાસરીમાં કોઈ ધ્યાન ના આપતાં તેઓ તેમના નાના દિકરાને લઈ પિયરમાં રહેવા જતાં રહ્યાં હતાં. અને તેમનો મોટો દિકરો સાસરીમાં દાદા દાદી પાસે રહેવા જણાવતાં તેમને સાસુ સસરા પાસે મુકી ગયાં હતાં. પીડિત મહિલા ત્રણ વર્ષ સુધી પિયરમાં જ રહ્યા હતા અને થોડા સમય પહેલા જ સાસરીમા તેમના નાના દિકરા ને લઈ ગયાં હતાં. ત્યારે તેમના સાસુ સસરા જેઠ અને તેમના મોટા દીકરા તેમની જોડે ઝઘડો કરવા લાગ્યા. પીડિત મહિલાને ઘર માથી કાઢી મુક્યા અને તેમને સાસરીમાં હવે કોઈ સ્થાન નહીં મળે અને હવે પછી આવે નહીં. તેમ કહી ને પીડિત મહિલાને તેમના નાના દિકરા જોડે કાઢી મુક્યા હતાં.
તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બહેનના સાસુ સસરા તથા મોટા દિકરાને સમજાવવામાં આવ્યા તેમને કાયદાનું ભાન કરાવવામા આવ્યુ અને મહિલાના મોટા દીકરાને તેમના નાના ભાઈના ભવિષ્યનું વિચારવા જણાવી મહિલાને તેમના સાસરીમા સ્થાન મળે તેમ પીડિત મહિલાના સાસુ સસરા ને સમજાવી તેમના જ દિકરાની વહુ તથા દિકરાને ઘરમાંથી કાઢી ના મુકાય તેમ સમજાવી પીડિત મહિલાના સાસુ સસરા અને મોટો દીકરો સમજી જતાં તેમની વચ્ચે સમાધાન કરાવી પીડિત મહિલાને તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે સાસરીમાં રહેવા સ્થાન અપાવ્યુ હતુ.