તાપી જિલ્લાનું નામ રોશન: સુરત ખાતે TAEKWONDO ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં 56 મેડલો પ્રાપ્ત કર્યા:
સુરત ખાતે 2જી સપ્ટેમ્બરના રોજ યોજાયેલી સેકન્ડ ઓપન TAEKWONDO ચેમ્પિયનશિપ કિરોગી અને પૂમશે સુરતમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં 275 સ્ટુડન્ટ એ ભાગ લીધો હતો. જેમાં વ્યારાના ૩૭ સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વ્યારાના પ્રતિભાશાળી સ્ટુડન્ટ તરીકેની ઓળખ બતાવી, જેમાં ૪૩ ગોલ્ડ મેડલ, ૧૩ સિલ્વર મેડલ આમ કુલ ૫૬ મેડલો પ્રાપ્ત કર્યા. આમ તાપી જિલ્લાના આ તારલાઓએ તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. વ્યારા નગરમાં ઘણા વર્ષોથી ચલાવતા તાપી TAEKWONDO એકેડમીના ચીફ વિનય બી. પટેલે (ગુજરાત TAEKWANDO વાઈશ પ્રેશિડેન્ટ)જેઓના નેજા હેઠળ તૈયાર થયેલા સ્ટુડન્ટોએ આગળની સિદ્ધિઓ માટે સંરક્ષણની તાલીમ લઈ રહ્યા છે. કેયાન્સી, દિશાની, કુશ, ઈવા, વૈદેહી, વાઘીશા, ત્રિશા, સુષ્ટિ, ઝિલ, ઝિયા, મહેક, ક્રિશા, ટ્વીશા,જાનવી, રિધ્ધિ, જિલ, અનેરી, ભક્તિ, ધ્યાની, તમન્ના, આયશા ,માધવી, ફ્રાન્સી, વંશ, તર્સ, મિહિર, ક્રિશ, આયુષ, વેદાન્ત, હિમાલય, અમન, રાહુલ, યુગ, શુભ, કાર્તિક્ આદિત્ય, આર્યન સર વિનય પટેલ,(ગુજરાત TAEKWONDO વાઈશ પ્રેસિડેન્ટ ) સુનિલ ગામીત.