(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગ્લોબલ સ્કોલર ફાઊંડેશન દ્વારા ડાયમંડ ઓફ ઇન્ડિયા એવાર્ડ મત્સ્યોદ્યોગ વિભાગમાં ગૌરવપૂર્ણ કામગીરી કરવા બદલ ડો. સ્મિત રમેશ લેન્ડેની પસંદગી એકએલન્સ ઇન એજ્યુકેશન સેક્ટર એવાર્ડ,૨૦૨૩ માટે કરવામાં આવેલી છે.
ડૉ. સ્મિત રમેશ લેન્ડે
ડો. સ્મિત રમેશ લેન્ડે સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર ખાતે હેડ તરીકે ફરજ બજાવે છે. ડો. સ્મિત રમેશ લેન્ડે જળચર ઉછેર વિષયમાં પીએચડી મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી વેરાવળ ખાતેથી પ્રાપ્ત કરેલ છે. વધુમાં મત્સ્યપાલન ક્ષેત્રે વિસ્તરણ ક્ષેત્રે અમૂલ્ય કામગીરી કરે છે.