વ્યારાની કુસુમ જયેશ ભુલકા ભવનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

0
IMG-20230830-WA0009
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન (ગુજરાતી માધ્યમ)માં તારીખ ૨૯-૦૮-૨૩ ને મંગળવારના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં દરેક વર્ગની બાળાઓ પાસે બાલ ગોપાલ (છોકરા)ને રાખડી બંધાવવામાં આવી હતી. રક્ષા સુત્રના બદલામાં દરેક બાળકે બાળાઓને સરસ મજાની ભેટ આપી હતી. આચાર્યશ્રી પરવીનબેન દોરડી અને શિક્ષિકાગણ, વાલી મિત્રો, વાન અને રીક્ષા ચાલકો, બિન શૈક્ષણિક સ્ટાફ (ભાઈઓ) ને રક્ષા સુત્ર બાંધી અને પ્રાર્થના કરી હતી. ભાઈ બેનના પવિત્ર પર્વની ભુલકા ભવનમાં ઉત્સાહભેર અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *