અટલબિહારી બાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ વાંકલ ખાતે યોજાયો
(નિલય ચૌહાણ દ્વારા, માંગરોલ-દેગડીયા) : માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત શ્રી અટલબિહારી બાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ સમારોહ તા. 20/2/20 ગુરુવાર ના રોજ સવારે દશ કલાકે બારડોલી સાંસદ પ્રભુ ભાઇ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરવા દાતા ઓ એ દાન નો ધોધ વહેડાવ્યો. સ્વાગત પ્રવચન પ્રિ. પ્રાર્થીવ ચૌધરી એ કર્યું હતું. મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવા માં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવ માં આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ ના વિદ્યાર્થી ઓ ધ્વરા 28 જેટલી મનમોહક કૃતિ ઓ રજૂ કરવા માં આવી હતી. વિદ્યાર્થી ઓ એ ખુબ જ઼ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને કોલેજ ના વિદ્યાર્થી ઓ ની કૃતિ નિહાળી આંનદ થી ઝૂમી ઉઠ્યા હતા. સાંસદ પ્રભુ ભાઇ વસાવા ને હસ્તે વિદ્યાર્થી ઓ ને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવા માં આવ્યા હતા. કેબિનેટ મંત્રી શ્રી ગણપત ભાઇ વસાવા તરફ થી કોલેજ ના પ્રથમ, દ્વિતિય અને તૃતીય વર્ષ માં પ્રથમક્રમ આવનાર વિદ્યાર્થીઓ ને એકાવન હજાર (51000)રુ પ્રોત્સાહિત પુરસ્કાર રૂપે એનાયત કરવા માં આવશે. વાંકલ ગામ ના અગ્રણી નારાયણ ભાઈ પટેલે તેમના ભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ ના સમરણાર્થે પ્રાણી શાસ્ત્ર વિષય માં પ્રથમ આવનાર વિદ્યાર્થી ને ગોલ્ડ મેડલ એનાયત કરવા માં આવ્યો હતો. કોલેજ ના પ્રાધ્યાપક રાજેશ સેનમા એ તેમના પિતાજી ના સમરણાર્થે પ્રથમ ક્રમ પ્રાપ્ત વિદ્યાર્થી ને 2500/ રુ પુરસ્કાર રૂપે આપવા માં આવ્યો હતો. પ્રિયંકા ચૌધરી એ મેથ્સ વિષય માં પ્રથમ આવનાર વિદ્યાર્થી ને પ્રોસહિત ઇનામ તરીકે પાંચ હજાર રુ આપવા માં આવ્યા હતા. આ કાર્યક્મ માં સાંસદ પ્રભુ ભાઇ વસાવા, સુ. ડી. કો. ના દિલીપસિંહ રાઠોડ, સુ. જી. પં. ના અધ્ય્ક્ષ દીપકભાઈ વસાવા, તા. પં. ના પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત, હર્ષદ ચૌધરી, આર. આર. એસ ના ભગુભાઈ ચૌધરી, ટીડીઓ. ડી. બી પટેલ. વાંકલ ના સરપંચ ભરત ભાઈ વસાવા,આર્ટસ કોલેજ ના પ્રિ. જે. ટી. ચૌધરી, સાયન્સ કોલેજ ના પ્રિ. પ્રાથિવ ચૌધરી, કોલેજ ના સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં કોલેજ ના વિદ્યાર્થી ઓ અને ગ્રામજનો હાજર રહયા હતા. આભારવિધિ મેઘના અધર્વયુ એ કરી હતી.