કોઇ પણ ધર્મ કે સમાજની લાગણી દુભાય તેવા કૃત્યો ન કરવા તમામ આયોજકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરતા જિલ્લા ઇં. કલેક્ટરશ્રી વી.એન.શાહ

Contact News Publisher

તાપી જિલ્લામાં ગણેશોત્સવ અન્વયે ઇંચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી વી.એન.શાહના અધ્યક્ષતામાં મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ 
……………….
સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલમાં લાઇટ, સીસીટીવી, ફાયર એક્સટેન્ગ્યુશર, બેરીગેટ મુકવા તથા બનાવેલ મંડપ રાહદારીઓને અડચણ રૂપ ના બને કે કોઇ પણ રોડ બ્લોક ના થાય તેની તકેદારી રાખવા જણાવતા જિલ્લા પોલિસ અધીક્ષક રાહુલ પટેલ
……………….
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.28: ઇંચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને આગામી ગણેશોત્સવ તહેવારને અનુલક્ષીને જિલ્લાના તમામ ગણેશોત્સવ મંડળો સાથે બેઠક કરી કેન્દ્રિય/રાજય સરકાર અને હાઇકોર્ટ દ્વારા ગણેશ મૂર્તી અંગેની માર્ગદર્શીકા જણાવી નિયમોના પાલન કરવા ઉપર ભાર મૂકયો હતો.

તેમણે આયોજકોને ખાસ જણાવ્યું હતું કે, ઘરમાં નાની ગણેશ પ્રતિમાની સ્થાપનાઓ સિવાય અન્ય તમામ આયોજકોએ પોલીસ સ્ટેશન ખાતે જરૂરી રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજીયાત છે. આ વર્ષે ગણેશ વિસર્જનના દિવસે ઈદે-મિલાદ-ઉન્ન્બીનઓ તહેવાર પણ હોવાથી તે દિવસે કોઇ પણ ધર્મ કે સમાજની લાગણી દુભાય તેવા કૃત્યો ન કરવા તમામ આયોજકોને ખાસ તકેદારી રાખવા અને પીઓપી કે પર્યાવરણને નુકશાનકારક હોય તેવી કોઇ પણ સામગ્રીનો ઉપયોગ ના થયો હોય તેવી જ પ્રતિમા લાવવા સુચનો કર્યા હતા. આ સાથે મૂર્તિનું વિસર્જન તંત્ર દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ તળાવોમાં તથા સમય મર્યાદામાં થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં પોલિસ અધિક્ષકશ્રી રાહુલ પટેલે જણાવ્યું હતુ કે, જિલ્લામાં તહેવાર દરમિયાન ગણેશ પ્રતિમાના આગમનથી લઇ વિસર્જન સુધી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે માટે આયોજકો દ્વારા ખાસ કાળજી લેવામાં આવે, આ સાથે તેમણે વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરી હતી.આગાઉની ધટના અને ગાઈડ લાઇનને ધ્યાને લઇ ગણેશ મહોત્સવમાં મહત્તમ ૮ ફૂટની ગણેશ મૂર્તિનું સ્થાપના કરવા, સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપમાં લાઇટ, સીસીટીવી, ફાયર એક્સટેન્ગ્યુશર, બેરીગેટ મુકવા તથા બનાવેલ મંડપ રોડ ઉપર રાહદારીઓને અડચણ રૂપ ના બને કે કોઇ પણ રોડ બ્લોક ના થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ સાથે પ્રતિમાના આગમન કે વિસર્જન દરમિયાન ડીજેનો અવાજ ધ્વનિ પ્રદૂષણનું કારણ ન બને તેની તકેદારી રાખવા અને રાત્રે 10 વાગ્યા પછી ડીજેનો ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવા અંગે જણાવ્યું હતું.

આ બેઠકમાં ડીવાયએસપી ચંદ્રસિંહ જાડેજા, વ્યારા પ્રાંત આર.સી.પટેલ, માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગના અધિકારીશ્રી મનિષ પટેલ,નિઝર પ્રાંત જયકુમાર રાવળ,વ્યારા અને સોનગઢ ચીફ સોફિસર તથા અન્ય પોલીસ અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ ગણેશ મંડળોના પ્રતિનીધીઓ ઉપસ્થિત રહયા હતા.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other