સોનગઢ તાલુકાના વૈકુર ગામ ખાતેથી જુગાર રમતા દસ શકુનીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ આર. એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ તા.૧૩/૦૮/૨૦૨૩ ના રોજ પો.સ.ઇ.શ્રી. પી.એમ. હઠીલા એલ.સી.બી. તાપી તથા સ્ટાફના પોલીસ માણસોએ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન આજરોજ સાથેના સ્ટાફના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે, “વૈકુર ગામના નિશાળ ફળીયામા તાપી નદી કિનારાની બાજુમા આવેલ એરીકેશન બંગલીની બાજુમા ખુલ્લામા કેટલાક લોકો ભેગા મળી ગંજીપાના તથા રૂપિયાઓ વડે હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે પો.સ.ઇ.શ્રી, પી.એમ. હઠીલા, એલ.સી.બી. તાપી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (૧) ભીમસીંગભાઇ માલજીભાઇ ચૌધરી ઉ.વ ૪૩ રહે વાઘનેરા ડુંગરી ફળીયુ, તા સોનગઢ જી.તાપી (૨) વિનયભાઇ રૂપસીંગભાઇ ચૌધરી ઉ.વ.૪૨ રહે વૈકુર, નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી (3) ઉમેશભાઇ ગોવિંદભાઇ ગામીત ઉ.વ.૩૨ રહે વૈકુર નિશાળ ફળીયુ તા સોનગઢ જી.તાપી (૪) રવિન્દ્રભાઇ વિનોદભાઇ ચૌધરી ઉ.વ.૩૬ રહે-વાઘનેરા,ખાડી ફળીયુ તા.સોનગઢ જી.તાપી (૫) ચંદુભાઇ બાજીયાભાઇ ચૌધરી ઉ.વ.૫૦ રહે.વાઘનેરા ખાડી ફળીયુ તા.સોનગઢ જી.તાપી (૬) મધુસીંગભાઇ ઘડાભાઇ ચૌધરી ઉ.વ.૪૩ રહે વૈકુર જુની બાલવાડી ફળીયુ તા.સોનગઢ જી તાપી (૭) રાજેશભાઇ દુરસિંગભાઇ ચૌધરી ઉ.વ.૪ર રહે-વૈકુર જુની બાલવાડી ફળીયુ તા.સોનગઢ જી તાપી (૮) જ્યોતિશભાઇ માનસીંગભાઇ ચૌધરી ઉ.વ.૨૩ રહે વૈકુર નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી (૯) દિનેશભાઇ રમણભાઇ ચૌધરી ઉ.વ.૨૬ રહે વાધનેરા ખાડી ફળીયુ તા.સોનગઢ જી તાપી (૧૦) મગનભાઇ ખાતરીયાભાઇ કાથુડીયા ઉ.વ.૫૫ રહે. વૈકુર નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી જાહેરમાં પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા પકડાઇ ગયા હતા. તેઓની અંગઝડતી તથા દાવ પરના રોકડા રૂપિયા મળી ૨૦,૪૮૦/- તેમજ ગંજીપાના નંગ.૧૦૬ કિ.રૂ.૦૦/- તથા મોબાઇલ નંગ-૦૭ કિ.રૂ.૨૧,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૪૧,૯૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ- ૧૨(અ) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
શ્રી પી.એમ. હઠીલા, પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.સી.બી.તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો.જગદીશભાઇ જોરારામભાઇ બિશ્નોઇ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો. રોનકભાઇ સ્ટીવન્સનભાઇ, અ.પો.કો.અરૂણભાઇ જાલમસીંગભાઇ, તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇએ કામગીરી કરેલ છે.