ડાંગ જિલ્લા પોલીસ દ્વારા યોજાયો ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમ
મેરી માટી, મેરા દેશ, જિલ્લો ડાંગ
–
આહવામા તિરંગા યાત્રા યોજી શીલાફલકમ પાસે શહિદ વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ
–
(અર્જુન જાધવ દ્વારા, સુરત) : તા: 12: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાની અધ્યક્ષતામા પોલીસ જવાનો દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તિરંગા સાથે પરેડ યાત્રા યોજી શીલાફલકમ પાસે ડાંગ જિલ્લાના શહિદ વીરો શ્રી સ્વ. છોટુભાઇ નાયક, સ્વ. શ્રી ઘેલુભાઇ નાયક, સ્વ. શ્રી ધીરૂભાઇ નાયકને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલા આ દેશવ્યાપી અભિયાન અંતર્ગત દેશવાસીઓમાં રાષ્ટ્રીભાવના બળવત્તર બનાવવા માટે “મેરી માટી, મેરા દેશ” અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા નગરમા ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનની જાગૃતિ આવે તે માટે પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાની અધ્યક્ષ સ્થાને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલના આગેવાનીમા આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમા આહવાના પોલીસ જવાનોએ તિરંગા સાથે પરેડ યાત્રા યોજી શહિદ વિરોને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.
આહવાના અમૃત તળાવ પાસે પોલીસ જવાનોએ હાથમા માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનું અનાવરણ કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને શ્રધાંજલિ અર્પી હતી. કાર્યક્રમના અંતે ગામમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
–