આહવા ખાતે જિલ્લા કક્ષાની નેશનલ સાયન્સ ડ્રામા- ૨૦૨૩ ફેસ્ટીવલ યોજાશે
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: 11 : દર વર્ષ મુજબ નેશનલ કાઉન્સીલ ઓન સાયન્સ મ્યુઝીયમ કોલકત્તા, નેહરુ સાયન્સ સેન્ટર, મુમ્બઇ તથા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર દ્વારા માનવજાત ના લાભ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય આધારીત નેશનલ સાયન્સ કેસ્ટીવલનુ આયોજન કરેલ છે. જેનો મુખ્ય હેતુ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવાનો હોય છે.
ડાંગ જિલ્લા માટે ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરીત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ડાંગ આહવા દ્વારા તા.૧૪/૦૯/૨૦૨૩ મંગળવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આહવા ખાતે આયોજન કરવામાં આવેલ છે.
ડાંગ જિલ્લાની પ્રાથમિક તથા માધ્યમિક શાળાની ધો. ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઇ શકે છે. વધુ વિગતો પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાંગની વેબ સાઇટ પર ઉપલબ્ધ છે, તેમ પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાંગના કોઓર્ડીનેટર શ્રી રતિલાલ સૂર્યવંશી દ્વારા એક અખબારી યાદીમા જણાવાયુ છે.