તાપી : બોરખડી ખાતે કસ્તુરબા અધ્યાપન મંદિરમાં પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓને 181 હેલ્પલાઇન અને એપ્લિકેશન અંગે માહિતગાર કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પિડીત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ૨૪×૭ કાર્યરત છે. જેમાં તાપીમાં બોરખડી ખાતે કસ્તુરબા અધ્યાપન મંદિરમાં પીટીસી કોલેજના પ્રિન્સિપલના સહયોગથી પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા હેલ્પલાઇનની ઉપયોગીતા તેમજ એપ્લિકેશનની ઉપયોગી માહિતી વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મહિલા સાથે થતી ઘરેલુ હિંસા, શારીરિક, માનસિક, જાતીય તેમજ છેડતી, બિનજરૂરી કોલ-મેસેજની મહિલાલક્ષી પ્રાથમિક જાણકારી, પારિવારિક સમસ્યાઓ માટેની નિ:શુલ્ક કાઉન્સિલિંગ અને મદદ માટે 181 ની મદદ લઈ શકાય છે. 181 મહિલા હેલ્પલાઇન ૨૪×૭ કલાક નિઃશુલ્ક સેવા છે. જેમાં 181 ની ટીમ દ્વારા પીડીત મહિલાઓને સ્થળ પર મદદ પહોંચાડવામાં આવે છે. અને 181ની એપ્લિકેશનની પણ માહિતી આપવામાં આવી હતી. જેમાં પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓને એપ્લિકેશનના ફાયદાઓ સમજાવી એપ ડાઉનલોડ કરાવેલ છે. અને જેમાં પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓ અને અન્ય સ્ટાફ પણ હાજર રહ્યા હતા.