વિધવા પુત્રવધુ ને હેરાન કરાતા સાસરિયાને સામાજિક અને ઉત્તરદાયિત્વ સમજાવતી અભયમ ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડોલવણ તાલુકાના એક ગામની વિધવા મહિલાનો 181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના સાસરીવાળા હેરાન ગતિ કરે છે. તરત જ તાપી અભયમ ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.
જેમાં પિડીત મહિલાના જણાવ્યા મુજબ તેમણે તેમના પતિ સાથે પ્રેમ લગ્ન કરેલ હતા. લગ્નના નવ વર્ષ થયેલ છે. અને તેમનો એક દીકરો છે. તેમના પતિ માંદગીના કારણે ત્રણ મહિના પહેલાં અવસાન પામ્યા હતા. ત્યાર પછી પીડિત બેનને તેમના સાસરીપક્ષ દ્વારા તેમને સાથે અપશબ્દો બોલી ઝઘડો કરતા અને માનસિક ત્રાસ આપતા હતા. પીડિત બેન ને તેમની સાસુ અને દિયર દ્વારા ઘરમાં કામ નથી કરતી એવું કહી મારપીટ કરવા હાથ ઉપાડતા. અને પીડિત બેનના સસરા કામ કરવા જાય છે. ત્યાંથી ફોન કરી માનસિક રીતે હેરાનગતિ કરે છે. જેનાથી અવારનવાર હેરાનગતિ કરતા ઘરમાં મજાક કરી હસી ઉડાવતા જેથી કંટાળી મહિલાએ અભયમ 181 ને ફોન કરી મદદ માંગી હતી.
તાપી 181 ની ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાના સાસરીવાળા નું કાઉન્સેલિંગ કરીને સમજાવેલ કે વિધવા પુત્રવધુ ને મદદ કરવાની જગ્યાએ હેરાન કરો છો જે કાયદાકીય ગુનો છે. તેમને મદદ કરવાની તમારી નૈતિક ફરજ બને છે. તેમજ કાયદાની સમજ આપતા તેમની સાસરીવાળાએ પોતાની ભૂલ સ્વીકારી ફરી આવી ભૂલ ન કરીએ જેની ખાતરી આપી હતી કે, તેઓ આજ પછી ઝઘડા નહીં કરે, શાંતિથી પ્રેમથી રાખવા સંમત થયા હતા. અને હવે પછી એકબીજાની અનુકૂળતા અને પરસ્પર પ્રેમભાવનાથી રહેશે તેની ખાતરી આપી હતી જેથી સાસરી અને પુત્ર વધુ વચ્ચે સુખદ સમાધાન કરાવેલ છે.