તાપી જિલ્લામાં વિવિધ ગ્રામ્ય સ્થળોએ શિલા ફલકમના ભવ્ય કાર્યક્રમો યોજાયા
મારી માટી મારો દેશ : માટીને નમન, વિરોને વંદન
–
વિવિધ સ્થળોએ વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત સામુહિક વૃક્ષારોપણ કરી અમૃતવાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.12: આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વનાં અવસરે માતૃભૂમિનાં વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાનાં હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી 30મી ઓગસ્ટ સુધી ‘મારી માટી,મારો દેશ’ કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે.
જેનાં ભાગરૂપે તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ શિલાફલકમ શહિત વિવિધ કાર્યક્રમો થયા હતા. જેમાં ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે તાપી જિલ્લામાં પાંચ સ્તંભનાં આ કાર્યક્રમમાં શીલાફલકમ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વીરોને વંદન અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. વિવિધ સ્થળોએ વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત સામુહિક વૃક્ષારોપણ કરી અમૃતવાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું,
૦૦૦૦૦૦