ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : પ્રકૃતિનાં ખોળે પોતાનું નૈસર્ગિક જીવન જીવતાં આદિવાસીઓની ગાથા અનેરી હોય છે. આ આદિવાસીઓની પરંપરા ઉપરાંત તેનાં પહેરવેશ, ઉત્સવ, પ્રાકૃતિક ઈલાજ, માન્યતા, વાજિંત્રો, મેળા, રીતિ રિવાજ જેવી અનેકવિધ હકીકતોથી શાળાનાં બાળકો માહિતગાર થાય એવાં શુભ હેતુસર સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી જ્યોતિબેન પટેલ દ્વારા બાળકો માટે વેશભૂષા, નૃત્ય તથા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. કરંજનાં કેન્દ્ર શિક્ષિકા શ્રીમતી જાગૃતિબેન પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજયભાઈ પટેલે આ અવસરની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.