વ્યારા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા વિધાર્થીઓને અગ્નિશામક સાધનોનો ઉપયોગ અંગે તાલીમ/ડેમોસ્ટ્રેશન અપાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાપી તથા વ્યારા નગરપાલિકા ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે યુવા ઉપનિષદ કોચીંગ ક્લાસીસ વ્યારા ખાતે આગ જેવા ગંભીર બનાવો બને તેવા સમયે શુ કરવુ અને શુ ન કરવુ તે અંગે તાલીમ/મોક્ડ્રીલ યોજાઇ
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર વિભાગથી મળેલ સુચના અનુસાર જિલ્લામાં કોમ્પલેક્ષમાં ખાનગી સંસ્થાઓ/ઇસમો દ્વારા ટ્યુશન/કોચિંગ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તેમજ NEET, JEE, IELTS જેવી પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
અગાઉ ભૂતકાળમાં રાજયમાં અનેક આવા અક્સ્માતો બનેલા હોવાથી તથા ક્લાસીસમાં આગ અકસ્માત થવાના કિસ્સામાં સલામતી, સેફ ઇવેક્યુશન, બચાવ કામગીરી ઇત્યાદી માટે શું પગલાં લેવાં તેનાથી વિદ્યાર્થીઓ કે સંચાલકો અવગત હોતા નથી.
જેના ભાગરૂપે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ, કલેકટર કચેરી તાપી અને વ્યારા નગરપાલિકા ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં આવેલ મોટા કોચિંગ કલાસીસ/ટ્યુશન ક્લાસીસમાં આગ જેવા ગંભીર બનાવો બને તેવા સમયે શુ કરવુ અને શુ ન કરવુ તે અંગે તાલીમ/મોક્ડ્રીલ દ્વારા આવી રહી છે.
ત્યારે વ્યારા શહેરી વિસ્તારમાં આવેલ યુવા ઉપનિષદ કોચીંગ ક્લાસીસ ખાતે ૫૦ જેટલા વિધાર્થીઓને વ્યારા નગરપાલિકા ફાયર વિભાગના ફાયર ઓફિસર સુમિત ધાણીદાર અને તેમની ફાયર ટીમ દ્વારા અગ્નિશામક સાધનોનો ઉપયોગ કઇ રીતે કરવો અને જો આગનો બનાવ બને તેવા સમયે તાત્કાલિક કયા પગલાંઓ લેવા તે અંગે તાલીમ આપી ડેમોસ્ટ્રેશ દ્વારા સમજણ પુરી પાડવામાં આવી હતી.તથા જિલ્લામાં આવેલ અન્ય ટ્યુશન/કોચિંગ ક્લાસીસમાં પણ આવા તાલીમ/મોકડ્રીલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.