વાલોડ લિજ્જત પાપડ કેન્દ્ર ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫/૦૮/૨૦૨૩ રોજ નારી વંદન સપ્તાહ ઉજવણીના ભાગરૂપે “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષાબેન એ. મુલતાનીના માર્ગદર્શન હેઠળ વાલોડ તાલુકા ખાતે આવેલ લિજ્જત પાપડ કેન્દ્ર, વાલોડ માં કરવામાં આવી. આ કાર્યક્રમમાં સુનિતાબેન, તાલુકા પંચાયત સભ્ય વાલોડ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યુ. ડૉ.મનિષા એ. મુલતાની દ્વારા મહિલાઓના “કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” ની કાયદાકીય માર્ગદર્શન શિબિરમાં પ્રાસંગિક પ્રવચન સાથે “કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. એડવોકેટશ્રી, દ્વારા કામકાજના સ્થળે મહિલાઓ પર થતી જાતિય સતામણી કોને કહેવાય અને તેને નિવારવા માટે કેવા પગલા લઇ શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી. ૧૮૧ મહિલા અભયમની સમજ નિલમબેન – કાઉન્સેલર દ્વારા આપવામાં આવી. પી.બી.એસ.સી. સેન્ટરની સમજ કાઉન્સેલર દ્વારા આપવામાં આવી. ત્યાર બાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા કચેરી હસ્તક ચાલતી તમામ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. કામકાજ સ્થળે જાતિય સતામણી અધિનિયમ – ૨૦૧૩ ને અનુરૂપ પ્રતિકાર ફિલ્મ અને નાટક દ્વારા નિદર્શન કરવામાં આવ્યુ.