“નારી વંદન ઉત્સવ” : સોનગઢ હાઇસ્કુલ ખાતે “કિશોરી મેળો” યોજાયો
“બેટી બચાવો બેટી પઢાવો” થીમ પર નાટક દ્વારા વિદ્યાર્થીઓને સમજણ કેળવવામાં આવી
–
ગુડ ટચ બેડ ટચ, બાળકોના અધિકારો અને મહિલા લક્ષી યોજનાઓ અને કાયદાકીય જોગવાઇઓ અંગે જાગૃત કરાયા
–
માહિતી બ્યુરો તાપી તા.૦૨ સમગ્ર રાજ્યમાં ચાલી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી નિમિતે તાપી જિલ્લામાં “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત “કિશોરી મેળો” જાગૃતિ હાઇસ્કુલ માંડળ સોનગઢ ખાતે યોજાયો હતો. જેમાં હાઇસ્કુલના વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ દ્વારા ગુડ ટચ બેડ ટચ, બાળકોના અધિકારો અને મહિલા લક્ષી યોજનાઓ અને કાયદાકીય જોગવાઇઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં “બેટી બચાવો બેટી પઢાવો” થીમ પર નાટક દ્વારા વિદ્યાર્થીઓને સમજણ કેળવવામાં આવી હતી.
વધુમાં બેટી પઢાવો થીમ ઉપર આશ્રમશાળા જેસિંગપુરા, જાગૃતિ હાઇસ્કુલ માંડળ, બ્રધરન હાઇસ્કુલ ડોલારા, આનંદ શાળા વ્યારા અને આશ્રમશાળા ગડત ખાતે પોસ્ટ કોમ્પીટીશન, વોલ પેઇંટીગ કોમ્પીટીશન, નિબંધ સ્પર્ધા, તેમજ વકૃત્વ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
આ તમામ કાયક્રમોમાં પદ્મશ્રી, રમિલાબેન ગામીત, તૃપ્તિબેન પટેલ- નાયબ કલેક્ટર, જિલ્લા રમત ગમત યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા, આઇ. સી. એચ.ઓ. ૧૮૧ અભયમ ટીમ ડો.વિનેષ ગામીત, સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર, તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન ટીમના મિશન કો-ઓર્ડીનેટર, તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના કર્મચારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની સફળ બનાવ્યો હતો.
00000000