સુરતમાં યોજાયેલ સેકંડ ઓપન ટેકવાન્ડો ચેમ્પિયનશીપમાં તાપી જીલ્લાના વિધાર્થીઓએ 38 મેડલ મેળવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત ખાતે તા. 29, 30 જુલાઈનાં રોજ યોજાયેલ સેકંડ ઓપન ટેકવાન્ડો ચેમ્પિયનશીપ સુરતમા યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ માં 470 સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો, જેમાં વ્યારા તાપી ટેકવાન્ડો એકેડેમીના 18 સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વ્યારાના પ્રતિભાશાળી સ્ટુડન્ટ તરીકેની ઓળખ બતાવી જેમાં 20 ગોલ્ડ મેડલ, 11 સિલ્વર મેડલ, 7 બ્રોન્ઝ મેડલ મળી કુલ 38 મેડલ પ્રાપ્ત કર્યા હતા. તાપી જિલ્લામાં આ તારલાઓએ તાપીનું નામ રોશન કર્યું છે.
વ્યારા નગરમાં ઘણા સમયથી ચાલતા તાપી ટેકવાન્ડો એકેડમીના હેડ વિનય બી. પટેલના નેજા હેઠળ તૈયાર થયેલા સ્ટુડન્ટોએ આગળની સિદ્ધિઓ માટે સ્વરક્ષણ તાલીમ લઈ રહ્યા છે. સુરતમા યોજાયેલ ટેકવાન્ડો ચેમ્પીયનશિપની તસવીરમાં ડાબેથી પહેલી હરોળમાં સર વિનય બી. પટેલ (વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત ટેકવાન્ડો), રાણા ક્રિશા, કુશ ઠાકર, ત્રિશા સાળવે, ઝીલ રાણા, ત્રિષ્ઠા વસાવા, ઇવા પટેલ, સૃષ્ટિ ચૌધરી, ઝિયા પટેલ, મ્રિગજ ગોલવાલા, સાન્વી ગામીત, ક્રિસ વિનોજ, ઝીલ પટેલ, ત્રિશા ચૌધરી, મહેક ઢોંલીયા, વિશાલ ગોહિલ, શુભ રાણા, મિહિર રાણા, હિમાલય ગામીત, સર વિકાસ વર્મા સેક્રેટરી ગુજરાત ટેકવાન્ડો છે.
નેશનલ લેવલ માટે આ તેજસ્વી તારલાઓ સિલેક્ટ થયા છે અને ટૂંક સમય માં નેશનલ ચેમ્પિયનશિપમાં તાપી જિલ્લાનું નામ રોશન કરવા જઈ રહ્યા છે.