તાપી જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસ નિમિતે “નારી વંદન રેલી” યોજાઇ
તાપી જિલ્લો :નારી વંદન ઉત્સવ- ૨૦૨૩નો પ્રથમ દિવસ
–
વ્યારાનગર વિસ્તારમાં રેલીમાં દીકરીઓએ “બેટી બચાવો,બેટી પઢાઓ” સહિતના સૂત્રોચાર કરી નગરજનોને જાગૃત કર્યા*
–
મહિલાઓ માટે કાયદાકીય અને યોજનાકીય બાબતો,ઘરેલુ હિંસા ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માહિતી,નાટક, સાયબર સેફ્ટી અને સેલ્ફ ડીફેન્સ અંગે સેમિનાર અને રેલી સહિતના કાર્યક્રમો યોજાયા
–
માહિતી બ્યુરો તાપી તા.૦૧ નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા તથા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયભરની મહિલા અને યુવતીઓને અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી જાગૃત કરવા રાજ્યભરમાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી ‘નારી વંદન ઉત્સવ સપ્તાહ’ ની ઉજવણી થઈ રહી છે.
ત્યારે આજે પ્રથમ દિવસે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી , દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે “મહિલા સુરક્ષા દિવસ” ઉજવણી કરવામાં આવી હતી . જે અંતર્ગત સવારે ૯ કલાકે વ્યારા સયાજી ગ્રાઉન્ડથી ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સુધી રેલી યોજવામાં આવેલ હતી.
રેલીમાં સ્કુલ, કોલેજ, દીકરીઓ અને સી ટીમ, પોલેસ વિભાગની બહેનોએ “બેટી બચાવો, બેટી પઢાઓ” સહિતના સૂત્રોચાર કરી નગરજનોને જાગૃત કર્યા હતા.ત્યારબાદ મહિલાલક્ષી કાયદાઓ અને મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓ અંગે તથા ઘરેલુ હિંસા ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માહિતી માટે સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે ડી.વાય.એસ.પી. બિન્દ્રા જાડેજા દ્વારા સાયબર ક્રાઇમ અને મહિલા સુરક્ષાને લઇને વિસ્તૃત ચર્ચા કરી હતી.
વિજય મૈસુરીયા અને અમિતભાઇ પટેલ – ટેકવન ડુ દ્વારા સેલ્ફ ડિફેન્સની ટેકનીક બતાવી માનસિક, શારીરિક રીતે શસક્ત બનવા જણાવ્યુ હતું.સાથે મહિલાઓના વિવિધ પ્રશ્ન અંગે ચર્ચા કરી “મહિલા સુરક્ષા દિવસ” ને લગતા નાટક દ્વારા સમજણ આપવામાં આવ્યુ હતુ.
વધુમાં મામલતદારશ્રીની કચેરી ડૉલવણ ખાતે ગ્રામ્ય કક્ષાના બહેનો સાથે ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
જેમાં લો ઓફિસરશ્રી જોસિલાબેન દ્વારા “ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫” કાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાયક્રમમાં મહિલા જાતિય સતામણી અટકાયત સમિતિ, ડો.કેતકીબેન, જોસિલાબેન –લો ઓફિસર, ૧૮૧ અભયમ ટીમ, સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર, તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન ટીમના મિશન કો-ઓર્ડીનેટર, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની સફળ બનાવ્યો હતો.
00000