વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળામાં “મારી શાળા હરિયાળી શાળા“ અંતર્ગત વૃક્ષા રોપણ કાર્યક્રમ હાથ ધરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળામાં તા. 25/07/23 ને મંગળવારના રોજ “ મારી શાળા હરિયાળી શાળા “ અંતર્ગત વૃક્ષા રોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો શાળાને બાળમૈત્રી પૂર્ણ અને હરિયાળી બનાવવાના હેતુસર તેમજ શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ શિક્ષણ પ્રાપ્ત થાય , પ્રકૃતિ વિશે પૂરતી સમજ મળે અને પ્રકૃતિ સંવર્ધન માટે વિદ્યાર્થીઓ દ્વારા કાર્ય કરવામાં આવે એ પ્રકારની વિશેષ પ્રવૃતિ આજે શાળામાં હાથ ધરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થિઓએ શાળાની વિશાળ ખુલ્લી જગ્યામાં લીમડાના, ગુલમોહર અને આંબાના વૃક્ષોનું વાવેતર કર્યુ છે. તેમજ શાળાની કંપાઉન્ડ વોલ સાથે સરગવો, કમરક અને જળજાબુંના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
“ મારી શાળા હરિયાળી શાળા “ અંતર્ગત વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા શ્રીમતિ મીતાબેન ચૌધરી તેમજ શ્રીમતિ રોહિણીબેન ચૌધરી દ્વારા શાળાના સૌ બાળકોને વાવેતર કરવામાં આવેલ વૃક્ષોનું આયૂર્વેદિક ગુણધર્મો, ફળ અને ફૂલ વધારે ઓકિસજન, ધ્વનિ પ્રદૂષણ ઓછું કરવું,જમીનનું ધોવણ અટકાવવું ,નાના જીવજંતું ,પક્ષીઓને આશ્રય આપવો વગેરે જેવી ઉપિયોગિતા વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા . સૌ બાળકોમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ સાથે વૃક્ષોની ઉપયોગીતા ની સમજ આપવનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓના ધ્યાનાકર્ષણ નો વિષય બની રહ્યો છે. સૌ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે,. તેમજ જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓને શાળામાં વાવેતર કરવામાં આવેલ વૃક્ષોનું જતન કરવાની તેમજ સારસંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે જે વિદ્યાર્થીઓએ જવાબદારીનું સહર્ષ સ્વીકાર કરી વૃક્ષોનું જતન કરવાની ખાતરી આપી છે.