બૅન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત તથા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI)ના સહયોગથી તાલીમાર્થી બહેનોએ વિના મુલ્યે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસની તાલીમ સરળતાપુર્વક પુર્ણ કરી

Contact News Publisher

બેંક ઓફ બરોડાનો ૧૧૬મા સ્થાપના દિવસના અવશરે ૨૬ જેટલી તાલીમાર્થી બહેનોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના હસ્તે સર્ટીફિકેટ એનાયત કરાયા

૨૬ જેટલી બહેનોએ RSETI સંસ્થા ખાતે સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે ૩૦ દિવસની તાલીમ લાભ લીધો

માહિતી બ્યુરો તાપી,તા.૨૧: તાપી જિલ્લાના બૅન્ક ઓફ બરોડા દ્વારા સંચાલિત RSETI ઇન્દુ ગામ ખાતે બહેનો માટે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમનો ૩૦ દિવસનો સમયગાળો પુર્ણ થતા તથા બેંક ઓફ બરોડાનો ૧૧૬માં સ્થાપના દિવસના દિને ઉવણીના અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહના હસ્તે તથા તાપી જિલ્લા લીડ ડિસ્ટ્રીક મેનેજર શ્રી રસિકભાઈ જેઠવા ના હસ્તે તાલીમાર્થી બહેનોને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ આ સાથે RSETI સંસ્થાની કામગીરી અંગે સરાહના કરતા જણાવ્યું હતું કે RSETI સંસ્થા દ્વારા બહેનોને પગભર કરવા માટે વિવિધ ૬૪ જેટલી તાલીમો આપવામાં આવે છે જેનાથી તાપી જિલ્લામાં મહિલાઓ આર્થીક રીતે પગભર થઈ રહી પોતાના પરિવાર અને સમાજને આગળ લવવામા મદદરુપ બની શકે.વધુમાં તેમણે બહેનોને જણાવ્યું હતુ કે આપણે એક બીજાને મદદ કરીશું તો જ સમાજ ઉપર આવશે એમ કહી તમામ બહેનોને પોતાના પગ ઉપર મક્ક્મતા સાથે ઉભા રહી આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન આપતા જિલ્લા લીડ ડિસ્ટ્રીક મેનેજર શ્રી રસિકભાઈ જેઠવાએ RSETI સંસ્થાની કામગીરી વિશે અને આ સંસ્થાની શરુઆર અંગે માહીતી પુરી પડી હતી.તાલીમાર્થી બહેનોને સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ કરવા અને સ્વરોજગારી મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
તાલીમર્થી બહેનો દ્વારા પોતાના પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા હતા, બહેનોએ જણવ્યું હતુ કે RSETI એ ખુબ જ સારી સંસ્થા છે આ સંસ્થા અમારી પડખે આવીને રોજગારી મેળવવામાં અને અમને પગભર બનાવવામાં ખુબ જ મદદરુપ છે.

આ સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૬મા સ્થાપના દિવસની ઉજવણી ભાગરુપે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ,લીડ ડિસ્ટ્રીક મેનેજરશ્રી રસિકભાઈ જેઠવા, આરસેટીના ડાયરેક્ટર પ્રવીણ ચૌધરી,એલ.એમ શ્રી પંકજ પાટીદાર તથા RSETI સંસ્થા તમામ સ્ટાફ તેમજ તાલીમાર્થી બહેનોએ કેક કાપી બેંક ઓફ બરોડાનો ૧૧૬માં સ્થાપના દિવસની ઉજવાણી કરવામાં આવી હતી.
નોધનીય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ-૩એ બેંક ઓફ બરોડાની સ્થાપના ૨૦.૦૭.૧૯૦૮ રોજ કરેલ હતી. આજે બીજા નંબર ની ભારત ની સૌથી મોટી બેંક છે .સતત ૧૧૫ વર્ષથી રાષ્ટ્રની સેવામાં ૧૫૩ મિલિયન કસ્ટમરને ૮૫૪૬ શાખાઓ અને ૧૦૦૦૦ થી વધુ ATM s સાથે ૨૧૮ billion USD ના બીઝનેસ સાથે રાષ્ટ્ર ને સમર્પિત છે. ૮૦થી પણ વધુ RSETI દ્વારા વિવિધ સેલ્ફ employment ની તાલીમો આપી ને સ્વરોજગારી તરફ દેશના યુવાધનને દિશા આપી રહી છે.

આ પ્રસંગે સખી મંડળના ડી.એલ.એમ શ્રી પંકજ પાટીદાર, આરસેટીના ડાયરેક્ટર પ્રવીણ ચૌધરી, વ્યારા બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર શ્રી વિનય પટેલ તથા બ્યુટી પાર્લર મેનેજમેંટ ટ્રેનર મનીષાબેન ગાંધી, RSETI ફેકલ્ટી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાના ફેકલ્ટી આશિષ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા તાલીમ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ તાલીમમાં ૨૬ જેટલી બહેનોએ હાજર રહી હતી.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *