બારડોલી વિભાગ શાળા સમુહ મંડળની સામાન્ય સભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કેતન શાહ આચાર્યના અઘ્યક્ષ સ્થાને યોજાઈ.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ બારડોલી વિભાગ શાળા સમુહ મંડળ ની સામાન્ય સભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી ખાતે યોજાઈ જેમાં સાત તાલુકા ના તાલુકાના સંચાલક પ્રમુખો વ્યારા ના વેલિયભાઈ ગામીત ડોલવણ વાલોડ ના ધર્મેન્દ્રસિંહ પરમાર, સોનગઢ ઉચ્છલ ના દિનેશ ભાઈ વળવી, નિઝર કુકરમુંડા ના ઉમેશભાઈ શાહ અને જૂદી જૂદી શાળાના ૧૨ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં સર્વાનુમતે આગામી દિવસોમાં માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં સંકલન કરી બોર્ડ ના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્ર પરિરૂપ થી આયોજન કરવું, પેપર રાહત દરે મળે, ગુણવત્તા અને મુદ્રણ દોષ મુક્ત તેમજ ગુપ્તતા જાળવવા ઉત્તમ પ્રયાસ કરવામાં આવે તેવા શુધ્ધ હેતુ જળવાય માટે કોર કમિટીની રચના કરવામાં આવી.. બારડોલી વિભાગ શાળા સમુહ મંડળ દ્વારા તાપી અને સુરત જિલ્લાના શાળાઓમા પરિણામ સુધારણા માટે શિક્ષકો ને તાલીમ, બાળકોને પરીક્ષાલક્ષી સાહીત્ય, શાળાને જરૂરી વહિવટી સાહીત્ય શાળાનેરાહત રદે આપીશું જેથી સંચાલકો, શાળાની બચત થાય અને ગુણ સભર આયોજન થાય. કેતનભાઇ શાહ દ્વારા સૌ ભેગા મળીને સારું સુચરુ વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તેવા વિચાર વ્યક્ત કરવામાં આવ્યો.