સોનગઢ નગરમાં ઇસ્કોન મંદિરથી બ્રહ્મચારી શ્રીમાન કેશવ શ્યામસુંદર દાસ તથા તેમની સાથે આવેલા રશિયા, સાયબેરીયા અને કજાકસ્તાનના ભક્તો પધાર્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ નગરમાં ઇસ્કોન મંદિર વડોદરાથી બ્રહ્મચારી શ્રીમાન કેશવ શ્યામસુંદર દાસ તથા તેમની સાથે આવેલા રશિયા, સાયબેરીયા અને કજાકસ્તાનના ભક્તો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એમણે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે ની ધૂન થી સંપૂર્ણ વાતવરણ પવિત્ર બની ગયું હતું. એમણે ઘરે ઘરે જઈને જે સનાતન સંસ્કૃતિના પવિત્ર ગ્રંથો કે જેમના વાંચનથી એમના જીવન બદલાઈ ગયા, જેવા કે ભગવદ ગીતા રામાયણ શ્રીમદ ભાગવત યાદીનો ઘરે ઘરે જઈ લોકો સુધી પ્રચાર કર્યો હતો નગરમાં આવેલા શ્રી મહારાજા અગ્રસેન ભવન ખાતે તેમના રોકાણની સુવિધા અગ્રવાલ સમાજના અગ્રણીઓ શ્રીમાન કૈલાશભાઈ તથા શ્રીમાન મુકેશભાઈ અને સાથીઓ દ્વારા કરી આપવામાં આવી છે. અગ્રસેન ભવન ખાતે રશિયન ભક્તોના વિશેષ કીર્તન અને સાથે ગીતા સેમિનારનું પણ આયોજન થયું હતું ટ્રસ્ટ દ્વારા સૌને માટે ખીચડી કાઢી અને લાડુ ના પ્રસાદનું પણ આયોજન થયું હતું. હરે કૃષ્ણ કીર્તનમાં સૌ સોનગઢ વાસીઓ આનંદથી જુમી ઉઠ્યા હતા. રશિયાથી આવેલા ભક્તો ત્રણ દિવસ શ્રી મહારાજા અગ્રસેન ભવન ખાતે રોકાનાર છે. સૌ સોનગઢ વાસીઓને એમનો સંગ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ છે.