તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
નાગરિકો અને સી.એમ.ડેશબોર્ડ દ્વારા રજુ થયેલા પ્રશ્નો અંગે સબંધિત વિભાગોને તાકિદ કરતા કલેકરટશ્રી ડો.વિપિન ગર્ગ
–
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૫- તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ,વ્યારા ખાતે આજરોજ તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત,જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
સંકલન સમિતિની આ બેઠકમાં પદાધિકારીઓ તરફથી મળેલ પ્રશ્નો,નાગરિક અધિકાર,અધિકારી-કર્મચારીઓના નિવૃત્તિ પેન્શન કેસો,એ.જી.ઓડિટ પારા,પડતર કાગળોનો નિકાલ,સરકારી વસુલાત,ખાતાકિય તપાસ, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો,આવાસના હપ્તાની ચૂકવણી જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે નાગરિકો અને સી.એમ.ડેશબોર્ડ દ્વારા રજુ થયેલા પ્રશ્નો અંગે સબંધિત વિભાગોને તાકિદ કરતા જણાવ્યું હતું કે, નકારાત્મક બાબતો ધ્યાન ઉપર આવે એટલે તુરંત સ્થળ મુલાકાત લઈ સ્પષ્ટ અહેવાલ રજુ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. કોઈપણ કામ સરકારશ્રીના દિશા- નિર્દેશ મુજબ થાય એ તમામ વિભાગોના વડાઓએ જોવાનું રહેશે. લોકોને સારી સુવિધાઓ કેવી રીતે આપી શકાય તે બાબતને હંમેશા કેન્દ્ર સ્થાને રાખી કામગીરી કરવાની રહેશે.
ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતે કેવડામોઈ ગામે વરસાદી પાણી ગામમાં ભરાઈ જાય છે. તેવી રજૂઆત કરી હતી. વર્ષો જુની આ સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ સાકરદા ગામમાં નેશનલ હાઈવે ઓથોરીટીના પ્રશ્ન અંગે અધિકારીઓને સ્થળ વિઝિટ કરી નિરાકરણ કરવા સૂચના આપી હતી.વધુમાં ધારાસભ્યશ્રી ગામીતે આવાસ યોજનાના લાભાર્થીઓને લેન્ટર લેવલ કામ પૂર્ણ થયું હોય તે ચકાસણી કરી ચોમાસાની ઋતુ હોઈ લોકોને સત્વરે નાણાં મળી રહે તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
અધિક નિવાસી કલેકટરશ્રી આર.જે.વલવીએ સંકલન સમિતિના વિભાગોની કામગીરીની વિગતો રજુ કરતા જણાવ્યું હતું કે, પદાધિકારઓ તરફથી કોઈ પ્રશ્નો મળ્યા નથી. નાગરિક અધિકાર પત્રો અન્વયે જિલ્લા વિકાસ અધિકારીના કુલ ૧૦૯,આર.ટી.ઓ.-૯,તિજોરી કચેરીના ૮ પત્રોનો નિકાલ પેન્ડીંગ છે. નિવૃત્ત થયેલ કર્મચારીઓના કેસો જિલ્લા વિકાસ અધિકારી-૫૫ પૈકી ૫ નિકાલ, પોલીસ વિભાગના કુલ ૧૪ કેસો પૈકી ૧૪ કામચલાઉ પેન્શન મંજૂર,નાયબ વન સંરક્ષક કચેરીના કુલ ૪ કેસો ખાતાકિય તપાસની કાર્યવાહી હોવાથી પેન્ડીંગ, આગામી બે વર્ષમાં નિવૃત્ત થનાર કુલ ૨૩૨ માંથી ૪૨ કેસોનો નિકાલ જ્યારે ૧૯૦ પેન્ડીંગ છે. એ.જી.ઓડિટ કલેકટર કચેરી કુલ ૯,જિલ્લા વિકાસ અધિકારી-૧૪૩,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-૬,જિલ્લા પુરવઠા કચેરી-૯ બાકી છે.
સરકારી નાણાંની વસુલાત જિલ્લા વિકાસ અધિકારી કુલ ૫૪૧.૮૨ લાખ પૈકી ૮૮.૭૫ લાખ વસુલાત,નાયબ વન સંરક્ષક ૫૦૦.૮૨ લાખ પૈકી ૪૮૨.૮૩ લાખ વસુલાત,કાર્યપાલક ઈજનેર વાલોડ સિંચાઈ વિભાગ કુલ ૩૯૭૨.૪૪ લાખ પૈકી ૨૦૪૯.૯૪ લાખ વસુલાત,સિંચાઈ વિભાગના સરકારી લ્હેણાં પિયતના ખેડૂતો પાસે વસુલવાના થાય છે. જે અંગે ૭/૧૨માં બોજો પાડવાની કાર્યવાહી કરવા કલેકટરશ્રી ગર્ગે સૂચના આપી હતી. પ્રાંત વ્યારા ૧૧.૯૦ પૈકી ૧૧.૯૦ વસુલાત,ડી.જીવીસીએલ કુલ ૮૪૬૧૫.૬૭ પૈકી ૮૨૧૩૭.૬૫ લાખ વસુલાત, ખાણ-ખનિજ વિભાગના ૪૭.૮૫ પૈકી ૮.૧૭ લાખની વસુલાત,ચીફ ઓફિસર વ્યારા કુલ ૩૨૧.૪૮ લાખ પૈકી ૧૩.૦૨ લાખ વસુલાત અને સોનગઢ ચીફ ઓફિસર કુલ ૯૦૬.૩૮ લાખ પૈકી ૪૩.૨૫ લાખ વસુલાત, કાર્યપાલક ઈજનેર વેર-૨ કુલ ૧૫ લાખ પૈકી ૮.૩૮ લાખ વસુલાત કરવામાં આવી છે.ખાતાકિય તપાસ ડી.ડી.ઓ-૫,પોલીસ વિભાગની પ પૈકી ૧ નિકાલ કરવામાં આવ્યો છે.
સંકલન સમિતિની આ બેઠકમાં વ્યારા,નિઝર પ્રાંત અધિકારીશ્રીઓ આર.સી.પટેલ,જયકુમાર રાવલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.એમ.જાડેજા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ કાર્યપાલક ઈજનેરશ્રી મનીષ પટેલ સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦