તાપી : ભાઈની હેરાન ગતિથી ત્રસ્ત મહિલાએ 181ની મદદ લીધી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ તાલુકાના એક વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે પીડિત બેને ફોન કરી જણાવ્યું કે મારો ભાઈ વ્યસન કરી અવારનવાર ઝઘડો કરી હેરાન કરે છે. જેથી મદદ માટે બોલાવેલ. 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પીડિત બેન સાથે વાતચીત કરતા જણાવેલ કે પિડિત
બેનના બે મહિના પહેલા લગ્ન થયેલ છે .તેમની સાસરી મહારાષ્ટ્રમાં છે .સાસરીમાં કામ ન હોવાથી પીડિતબેન થોડા દિવસ માટે તેમના માતા પિતાને કામમાં મદદ કરવા આવ્યા હતા. પીડિત બેન ના માતા પિતા ખેતરમાં ઘર બનાવી અલગ રહે છે .તેમનો ભાઈ ગામમાં એકલા રહે છે. અને જમીનની વહેંચણી કરી દીધી હોવાથી પીડિત બેનના રસોઈના વાસણો લીધેલ હતા. તે રસોઈના વાસણો પીડિત બેન લઈ ગયેલ જેથી તેમનો ભાઈ અવારનવાર ઝઘડો કરી મારપીટ કરવા હાથ ઉપાડતા અને સાસરીમાંથી પિયર આવવાનું ના પાડતા. પીડિત બેનના માતા-પિતાને અપશબ્દો બોલી હેરાન કરતો જેથી પિડીત બેને 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો. અભયમ ટીમ ઉચ્છલ સ્થળ પર પહોંચી ભાઈની સમજાવટ હાથ ધરી હતી. આ રીતે બેન સાથે દૂવ્યવહાર કરવો અપરાધ હોય જેની સજા થઈ શકે છે. મોટાભાઈ હોય જેથી પરિવારની કાળજી લેવાની ફરજ છે તે સહિતનું કાઉન્સિલિંગ કરતા ભાઈને ભૂલોનો અહેસાસ કરાવતા તેને માફી માંગીને ફરીથી હેરાન નહીં કરવાની બાંહેધરી આપી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other